બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / વડોદરાના સમાચાર / Fishermen alerted amid unseasonal rain forecast, signal number 1 on the coast, see where the storm happened today

સૂચના / કમોસમી વરસાદની આગાહી વચ્ચે માછીમારોને કરાયા એલર્ટ, દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ, જુઓ આજે ક્યાં થયું માવઠું

Vishal Khamar

Last Updated: 08:28 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં રહેતા માછીમારોને એલર્ટ કરી દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે.

  • રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી
  • દરિયાઇ વિસ્તારોમાં રહેતા માછીમારોને અલર્ટ કરવામાં આવ્યા
  • ભરૂચના દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું 
  • માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા જણાવાયું

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં રહેતા માછીમારોને એલર્ટ કરી દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે તંત્રી દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈ ભરૂચના દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

રાજ્યના બંદરો પર લગાવાયા ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ અહીં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ ભરૂચના દહેજ બંદર પર અને  અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ખેડૂતો ચિંતામાં
તંત્ર દ્વારા દરિયામાં માછીમારી કરતા માછીમારોને સાવચેત રહેવા સૂચન કરાયું છે. ગઈકાલે તાલાળા ગીરના આસપાસના વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. આજે પણ દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

ક્યા નંબરનું સિગ્નલ કયારે લગાવાય છે?
દરિયા કિનારે ફુંકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ હોય છે જે પવનની ઝડપ માપવા માટે લગાવવામાં આવતા હોય છે.

મગફળીને પ્લાસ્ટિક અને તાડપત્રીથી ઢાંકવામાં આવી
વડોદરાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. ત્યારે ઠેર ઠેર ઝાપટા પડ્યા હતા. ત્યારે ભાયલી, વાસણા, અકોટા, સયાજીગંજ, અલકાપુરીમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો બીજી તરફ રાજકોટમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજકોટમાં માવઠાની આગાહી લઈને બેડી માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી મગફળીની આવક બંધ કરાઈ છે. તેમજ યાર્ડમાં રહેલ મગફળીને પ્લાસ્ટિક અને તાડપત્રીથી ઢાંકવામાં આવી રહી છે. આ સાથે યાર્ડમાં કપાસને રક્ષણ માટે શેડની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં 20 હજાર ગુણી મગફળી છે. 

સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન

સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

1 નંબરનું સિગ્નલ લગાવાયું Red alert signal Weather department warning signals માવઠાની આગાહી હવામાન વિભાગ rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ