બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / fire in Ahmedabad sanand gidc 125 firefighter on the spot and robot also work in First time
ADVERTISEMENT
અમદાવાદ સાણંદ GIDCમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. 31 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે છે. 125 થી વધારે કર્મચારીઓની મદદ લેવાઇ રહી છે. પોલીસ અને કંપની કર્મચારીઓની પણ મદદ લેવાઇ છે. 400 મીટરમાં ફેલાયેલી કંપની આગમાં ખાખ થઇ ગઇ છે.
આગને કારણે સાણંદના GIDC વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. આગના ગોટેગોટા વાતાવરણને વધુને વધુ બિહામણું બનાવી રહ્યા છે. આગના દ્રશ્યો જોઈને જ આગની ભચાનકતાનો અંદાજો આવી જાય છે.
ADVERTISEMENT

પ્રથમવાર રોબોર્ટનો આગ બૂઝાવવામાં કરાયો ઉપયોગ કરવામાં આવ્યો
ADVERTISEMENT
કંપની સાથે ઓફિસમાં પણ આગ લાગી છે. જેને લઇને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોર્ટની પણ મદદ લેવાઇ છે. પ્રથમવાર રોબોર્ટનો આગ બૂઝાવવામાં કરાયો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બે દિવસ સુધી નહીં બુઝાય આગ
ADVERTISEMENT
એકથી બે દિવસ આગ કાબૂમાં આવતા લાગશે. કંપનીમાં લાગેલી આગ 25 ટકા કાબૂમાં આવી છે. 15 લાખ લીટર સુધી પાણીનો મારો ચલાવાયો છે..હજુ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે

ADVERTISEMENT
સાણંદ GIDCમાં લાગેલી આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સેનેટરી નેપકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયરની 31 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે.
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. ફાયર વિભાગનો 125 લોકોનો સ્ટાફ કામે લાગ્યો છે. શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. જાપાનની સેનેટરી નેપકિન બનાવતી કંપનીમાં આગ લાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.