ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Fire brigade announces major call in Raghuvir textile located in Surat

દુર્ઘટના / સુરતની રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

Published By: Ravi

Last Updated: 11:41 AM, 8 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પુણા ખાતે આવેલી રઘુવીર સેલ્યુલમ ટેક્સટાઈલ માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે સવારના સમયે આગ લાગી હતી.આગની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પોહચી ગયું હતું.

ADVERTISEMENT

  • શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
  • સવારના સમયે આગ લાગી હોવાથી ભયનો માહોલ ફેલાયો
  • બીજા માળથી છઠ્ઠા માળ સુધી આગ પ્રસરી

સુરતમાં પુણા ખાતે આવેલી રઘુવીર સેલ્યુલમ ટેક્સટાઈલ માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે સવારના સમયે આગ લાગી હતી.આગની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પોહચી ગયું હતું. સવારના સમયે આગ લાગતા દુકાનો પર વેપારીઓ અને કામદારો આવતા હોવાથી ભયનો માહોલ ફેલાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે ૨૦થી વધારે ગાડીઓ ઘટનાસ્થળ પર પોહચી ગઈ હતી. હાલ મેજર કોલ જાહેર કરાયો છે. 

ફાયરબ્રીગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતા કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાથી કાચ તોડીને ધુમાડાને બહાર કાઢીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ સૌ પ્રથમ ૭માં માળે આવેલા પેસેજમાં ઇલેક્ટ્રિક ડકમાં લાગી હતી. સવારના સમયે લોકો ઓછા હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને વેપારીઓ દ્વારા ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી.

હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફાયરબ્રિગેડની હાઈડ્રોલિકથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતી ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Punagam Raghuvir Textile surat પુણાગામ રઘુવીર માર્કેટ સુરત Breaking News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ