બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Finance ministry releases 9th instalment of rs 6000 crore

સારા સમાચાર / કોરોનાકાળમાં GST આવકને સરભર કરવા નાણા મંત્રાલયના પગલાથી રાજ્ય સરકારોને મળશે રાહત

Published By: Divyesh

Last Updated: 08:00 AM, 29 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં સંભવિત ઘટાડાની ભરપાઇ માટે રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં સાપ્તાહિક હપ્તાને જાહેર કર્યો છે.

નાણા મંત્રાલય દ્વારા રાજ્યોના GST (ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ)ની આવકમાં સંભવિત ઘટાડાની ભરપાઇ માટે 6,000 કરોડના નવમા સાપ્તાહિક હપ્તાને જાહેર કર્યો છે. આ પ્રકારે અત્યાર સુધીમાં રાજ્ય-સંઘ શાસિત પ્રદેશોને આ પ્રકારથી 54,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી ચૂક્યાં છે. નાણા મંત્રાલયના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ GSTના અલને કારણે કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રાજ્યોની આવકમાં અંદાજિત 1.10 લાખ કરોડ રૂપિયાના વળતર માટે ઓક્ટોબરમાં વિશેષ લોન સુવિધા શરુ કરી હતી. 

મંત્રાલયે કહ્યું કે જેમાં 5,616.60 કરોડ રુપિયા 23 રાજ્યોને જાહેર કરવામાં આવ્યાં છે. તે સિવાય ત્રણેય સંઘ શાસિત પ્રદેશ દિલ્હી, જમ્મૂ-કાશ્મીર અને પોંડીચેરીને 483.40 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે.  

કેન્દ્ર સરકારે કહ્યું કે આ અઠવાડિયામાં 5.15 ટકાના વ્યાજ પર લોન લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની આ સુવિધા હેઠળ 4.74 ટકાના વ્યાજ પર 54,000 કરોડ રુપિયાની લોન લીધી છે. 

બાકીના પાંચ રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેંડ અને સિક્કિમમાં GST લાગુ કરવાથી તેમની આવકમાં કોઇ ઘટાડો થયો નથી. અત્યાર સુધી કેન્દ્ર દ્વારા રાજ્યોને 23 ઓક્ટોબર, 2 નવેમ્બર, 23 નવેમ્બર, 1 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 21 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Finance Ministry GST Nirmala Sitharaman જીએસટી નાણા મંત્રાલય નિર્મલા સીતારમણ GST

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ