બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Film Adipurush movie hanumanji janki brutally trolled prabash rama look

નવો વિવાદ / જલેગી તેરે બાપ કી... આદિપુરુષમાં ઊતરતી કક્ષાના ડાયલોગ્સના કારણે ભડક્યા લોકો, કહ્યું હનુમાન દાદા આવું ક્યારેય ન બોલે

Arohi

Last Updated: 04:32 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film Adipurush Trolling: આદિપુરૂષ જોવા ગયેલા ઘણા દર્શકોએ ફિલ્મના ડાયલોગ્સ પર જબરદસ્ત નારાજગી વ્યક્ત કરી છે. હનુમાનજી પાસે અમુક એવા ડાયલોગ્સ બોલાવવામાં આવ્યા છે જેને લોકો ચીપ ગણાવીને ટ્રોલ કરી રહ્યા છે.

  • આદિપુરૂષ ફસાઈ ફરી વિવાદોમાં 
  • દર્શકોએ ડાયલોગ્સ પર જતાવી નારાજગી 
  • હનુમાનજીના ડાયલોગ્સને ગણાવ્યા ચીપ 

આદિપુરૂષ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર લોકોનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મ જોનાર તેમાં સારૂ અને ખોટુ બન્ને જણાવી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગ્સને લઈને જબરદસ્ત ટ્રોલિંગ થઈ રહી છે. રાવણના વીએફએક્સનો મજાક ઉડાવી રહ્યા છે. ત્યાં જ અમુક મજેદાર ટ્વીટ્સ પણ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ઘણા વ્યૂઅર્સે એવું પણ લખ્યું છે કે ઓમ રાઉતની ફિલ્મ જોઈને માનંદ સાગર માટે સન્માન વધી ગયો. અમુક દર્શક એવા પણ છે જે ઘણી કમીઓને નજર અંદાજ કરતા થિએટરમાં રામકથાને એન્જોય કરી રહ્યા છે. 

સવારથી થિએટર્સમાં જોવા મળ્યા દર્શક 
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરૂષને ધમાકેદાર ઓપનિંગ મળી છે. આંદ્ર અને તેલંગાણામાં સવારે 4 વાગ્યાના શોઝ હતા. દર્શક સવારથી સિનેમાઘરોમાં આવી ગયા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

બાકી જગ્યાઓ પર પણ ઘણા લોકો બેક ટુ બેક આદિપુરૂષ ફિલ્મને જોવાનો દાવો કરતા ટ્વીટ્સ કરી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ જોઈ ચુકેલા લોકોએ અમુક ટ્વીટ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું. 

હનુમાનજીએ બોલ્યા આ ડાયલોગ્સ 
દર્શકોએ સૌથી વધારે નારાજગી હનુમાનજીના ડાયલોગ્સ પર વ્યક્ત કરી છે. એક યુઝરે ટ્વીટર કર્યું છે. બજરંગબલી ડાયલોગ: કપડા તેરે બાપ કા. તેલ તેરે બાપ કા. આગ ભી તેરે બાપ કી. તો જલેગી ભી તેરે બાપ કી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

આવા ચીપ ડાયલોગ લખવામાં આવ્યા છે અને આશા કરવામાં આવી રહી છે કે આપણા યુથ આ રામાયણ જુએ. તેના પર એક યુઝરે કમેન્ટ કર્યું છે કે એવામાં હનુમાનજી માટે સીટ પણ રિઝર્વ કરી દીધી. તે આવા ડાયલોગ્સ સાંભળવા આવશે. બોલિવુડવાળા ભગવાનથી ડરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ