બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણાના ખેરાલુમાં ખેતરના રસ્તાને લઈને મારામારી, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

VIDEO / મહેસાણાના ખેરાલુમાં ખેતરના રસ્તાને લઈને મારામારી, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Published By: Vishal Khamar

Last Updated: 01:22 PM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેરાલુ તાલુકાના ડભોડામાં ખેતરના રસ્તાને લઈ મારામારી થવા પામી હતી. જેમાં બે જૂથો વચ્ચે મારામારી થતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે વડનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં ખેતરના રસ્તાને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

રસ્તાના વિવાદના કારણે મારામારી થઈ

માહિતી મુજબ, ખેતર સુધી જવાના રસ્તા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો હતો. આ તણાવ અચાનક ઝપાઝપીમાં ફેરવાતા બંને જૂથના લોકો વચ્ચે ધિંગાણું થયું હતું.

ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા

ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર માટે વડનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. ઈજાની ગંભીરતા અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

ઘટનાને પગલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યકત થઈ રહી છે, ત્યારે પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મુસાફર પાટામાં પડ્યો, ટ્રેન શરીર પર ચાલી

ફરિયાદી યુવતીએ શું કહ્યું

આ બાબતે ફરિયાદી યુવતી સ્નેહા ઠાકોરે જણાવ્યું હતું કે, એ લોકો મને મારવા માટે આવ્યા હતા. મને ધારીયું મારવા જતા મારા ફોઈ વચ્ચે પડતા તેમને ધારીયું વાગ્યું હતું. મારા ફોઈ ન હોત તો આજે એ લોકો મને મારી નાંખત. મારા ફોઈને ધારીયું વાગતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheralu Mehsana Mehsana news

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ