બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મુસાફર પાટામાં પડ્યો, ટ્રેન શરીર પર ચાલી
Last Updated: 10:28 AM, 4 April 2026
સુરત શહેરના વ્યસ્ત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1 પર એક દિલધડક ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતાં અકસ્માતનો ભોગ બન્યો હતો. જો કે, સદભાગ્યે મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.જેને જોઈને “રામ રાખે તેને કોણ ચાખે” કહેવત સાર્થક થઈ ગઈ.
ADVERTISEMENT
માહિતી અનુસાર મુસાફર અજમેર સ્પેશિયલ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે તે અચાનક સંતુલન ગુમાવી બેઠો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ ગયો. ઘટનાના કારણે પ્લેટફોર્મ પર હાજર લોકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો.

ADVERTISEMENT
ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી
મુસાફર લગભગ 20 સેકન્ડ સુધી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલો રહ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકોની સતર્કતાના કારણે તરત જ ચેઇન પુલિંગ કરવામાં આવ્યું. જેના કારણે ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી.
ADVERTISEMENT

ટ્રેન રોકાતા રેલવે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
ADVERTISEMENT
ટ્રેન રોકાતા જ રેલવે પોલીસ અને અન્ય સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા અને મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સદભાગ્યે મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી અને સમયસર મદદ મળતા મોટી દુર્ઘટના ટળી ગઈ.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ટીકિટ મળશે? ભાજપે જાહેર કરી 'નીતિ'
ADVERTISEMENT
આ ઘટનાએ ફરી એકવાર મુસાફરોને સાવચેત રહેવાની અને ચાલતી ટ્રેનમાં ચડવા કે ઉતરવા જેવી જોખમી હરકતો ટાળવાની ચેતવણી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.