બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ટીકિટ મળશે? ભાજપે જાહેર કરી 'નીતિ'
Last Updated: 09:34 AM, 4 April 2026
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાની ચૂંટણી નીતિને વધુ કડક અને સ્પષ્ટ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પક્ષની ચૂંટણી શિસ્ત સમિતિ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ સ્વચ્છ અને પારદર્શક રાજકારણને પ્રોત્સાહન આપવાનો છે.
ADVERTISEMENT
પક્ષના સૂત્રો અનુસાર, ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈપણ કાર્યકર્તાને આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભલે તે કાર્યકર્તા લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા હોય પરંતુ તેમના પર ગુનાહિત કેસ અથવા ખરાબ છબી હોય તો તેમને ઉમેદવારી માટે વિચારવામાં નહીં આવે.

ADVERTISEMENT
કાર્યકર્તાઓ ટિકિટ માટે લોબિંગ કરશે તો પણ નહીં મળે મેન્ડેટ
આ સાથે જ, ટિકિટ મેળવવા માટે કોઈપણ પ્રકારનું લોબિંગ કરનાર કાર્યકર્તાઓ સામે પણ કડક વલણ અપનાવવામાં આવશે. પક્ષના નેતાઓએ જણાવ્યું છે કે લોબિંગ કરીને ટિકિટ મેળવવાની પરંપરાને સંપૂર્ણપણે બંધ કરવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT

પક્ષની છબી ખરડાય તેવા કાર્યકર્તાઓને નહીં અપાય મોકો
ADVERTISEMENT
ભાજપે વધુમાં જણાવ્યું છે કે પક્ષની છબી ખરડાય તેવા અથવા શિસ્તભંગ કરતા કાર્યકર્તાઓને ચૂંટણીમાં તક આપવામાં નહીં આવે. પક્ષની છબી જાળવવી અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવો એ મુખ્ય પ્રાથમિકતા છે.

ADVERTISEMENT
પક્ષ વિરોધી કામ કરતા લોકોને તાત્કાલિકપણે પક્ષમાંથી કરાશે સસ્પેન્ડ
પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની ઘોષણા કરવામાં આવી છે. આવા કાર્યકર્તાઓને વિલંબ વિના પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાલીઓ ધ્યાન આપે!RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
આ સમગ્ર નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વચ્છ, શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ ઉમેદવારો સાથે જ મેદાનમાં ઉતરવા ઇચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.