બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / "Female Robot 'Vyommitra' Will Go To Space": Science Minister On Gaganyaan

ગગનયાન / ભારતના 3 લોકોની સાથે એક મહિલા રોબોટ પણ જશે અવકાશમાં, સામે આવ્યાં મોટા સમાચાર, ઈસરોનો પ્લાન

Hiralal

Last Updated: 06:41 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબરમાં લોન્ચ થનારા ભારતના પહેલા માનવીય અંતરિક્ષ મિશન ગગનયાનમાં 3 લોકોની સાથે એક મહિલા રોબોટને પણ મોકલવાની ઈસરોની યોજના છે.

  • ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે ભારતનું પહેલું માનવવાળું અવકાશી મિશન
  • ગગનયાન મિશનમાં 3 લોકોને આકાશમાં મોકલવાની ઈસરોની યોજના
  • 3 લોકોની સાથે એક ફિમેલ રોબોટને પણ મોકલવામાં આવશે 

ભારતનું પહેલું માનવીય અવકાશી મિશન ગગનયાન મિશન ઓક્ટોબરમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. ગગનયાન મિશનમાં 3 અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવામાં આવશે પરંતુ તેની સાથે એક મહિલા રોબોટને પણ લઈ જવાની તૈયારી ચાલી રહી છે અને આજે કેન્દ્રીય વિજ્ઞાન મંત્રીએ આજે તેનું એલાન પણ કરી દીધું. 

શું બોલ્યાં કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુણયાન મિશનને લઈને કહ્યું છે કે ભારત ગગનયાન મિશનમાં મહિલા રોબોટ 'વ્યોમિત્ર' મોકલશે. ઑક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં ટેસ્ટ સ્પેસ ફ્લાઇટનો પ્રયાસ કરવામાં આવશે. ગગનયાન પ્રોજેક્ટમાં કોરોનાને કારણે વિલંબ થયો હતો. હવે અમે ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ ટેસ્ટ મિશનનું આયોજન કરી રહ્યા છીએ. અવકાશયાત્રીઓને પાછા લાવવું એ તેમને મોકલવા જેટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે 'બીજા મિશનમાં એક મહિલા રોબોટ હશે અને તે તમામ માનવ પ્રવૃત્તિઓની નકલ કરશે. જો બધું બરાબર થાય તો આપણે આગળ વધી શકીએ. 

કોણ છે મહિલા રોબોટ
ગગનયાન મિશનમાં જે 3 લોકો અવકાશમાં જવાના છે તેમાં એક મહિલા રોબોટનો પણ સમાવેશ કરવામાં આવશે. તેનું નામ વ્યોમમિત્ર રાખવામાં આવેલું છે. 

શું છે ગગનયાન મિશન
ગગનયાન મિશન ભારતનું પહેલુ સમાનવ અવકાશ મિશન છે. આ મિશનથી ભારત અવકાશમાં માણસોને મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. ભારતનું આ મિશન હાલ ઈસરોની પ્રાયોરીટીમાં છે અને તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ગગનયાન મિશનથી ઈસરો એક સાથે ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે. ગગનયાન પ્રોજેક્ટ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોંઘું મિશન હશે. તેનો કુલ ખર્ચ લગભગ 10 હજાર કરોડ રૂપિયા આસપાસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ