બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / fatty liver disease in kids alarming says aiims why you should watch that school tiffin

સ્ટડીમાં ખુલાસો / જીવનમાં દારૂને હાથ નથી લગાવ્યો એવા બાળકોને પણ થઈ રહી છે લીવરની આ ગંભીર બીમારી! ટિફિનમાં મળતું આ ભોજન જવાબદાર: AIIMSનો ખુલાસો

Manisha Jogi

Last Updated: 01:11 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

35 ટકા બાળકો ફેટી લિવરની બિમારીનો શિકાર છે. બહારના ફૂડને કારણે નહીં પરંતુ ઘરના બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે આ બિમારીનો શિકાર થઈ રહ્યા છે.

  • લિવર શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ
  • 35 ટકા બાળકો ફેટી લિવરની બિમારીનો શિકાર
  • બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે આ બિમારીનો શિકાર

લિવર શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ છે. લિવરમાં ગરબડ થાય તો આખા શરીરમાં અસર થાય છે. જો બાળકોનું લિવર ખરાબ થાય તો આકી જિંદગી હેરાન થવું પડે છે. AIIMSએ એક સ્ટડીમાં દાવો કર્યો છે. 38 ટકા ભારતીયો નોન-આલ્કોહોલિક ફેટી લિવરની બિમારીથી પિડાઈ રહ્યા છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 35 ટકા બાળકો ફેટી લિવરની બિમારીનો શિકાર છે. ડૉકટરો જણાવે છે કે, બાળકો બહારના ફૂડને કારણે નહીં પરંતુ ઘરમાંથી ટિફિનમાં આપવામાં આવતા બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે આ બિમારીનો શિકાર થઈ રહ્યા છે. AIIMSની આ સ્ટડી ‘જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ એક્સપરિમેંટલ હેપાટોલોજી’માં પબ્લિશ થઈ છે. 

નોન-આલ્કોહોલિક ફેટી લિવર બિમારીનું કારણ
શરૂઆતમાં આ બિમારીના લક્ષણો દેખાતા ના હોવાથી તેના વિશે જાણ થતી નથી. સમયની સાથે બિમારી વધવા લાગે છે. જેના કારણે ભવિષ્યમાં લિવર સંબંધિત ગંભીર બિમારીઓ થાય છે. NAFLDના ચાર કારણ હોઈ શકે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, કોલસ્ટ્રોલ અથવા ડિસલિપિડેમિયા હોય તો NAFLD થઈ શકે છે. ઉપરાંત વજન વધી ગયું હોય તો ખરાબ લાઈફસ્ટાઈલને કારણે આ ફેટી લિવરની બિમારી થાય છે. કસરત ના કરવી, તળેલું વધુ ખાવું અને પ્રોસેસ્ડ ભોજન ના કરવું, ગળ્યું વધારે ખાવું તે તમામ બાબત ખરાબ લાઈફસ્ટાઈલનું કારણ છે. 

બાળકોમાં ફેટી લિવરની બિમારી શા માટે વધી રહી છે?
શહેરીકરણના કારણે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે. લોકો શારીરિક કસરત કરતા નથી અને અનહેલ્ધી ફૂડ ખાઈ રહ્યા છે. આજકાલ મોટાભાગના લોકો પેકેટ, પ્રોસેડ અને હાઈ કેલરીયુક્ત ભોજન કરે છે, જેના કારણે લોકોનું વજન વધી રહ્યું છે. વજન વધવાને કારણે મેટાબોલિકની સમસ્યા થવા લાગે છે. આ કારણોસર લોકો નોન-આલ્કોહોલિક ફેટી લિવરની બિમારીનો શિકાર થઈ રહ્યા છે. આજકાલ બાળકોના ભોજનમાં સૌથી વધુ વેસ્ટર્ન ફૂડ શામેલ કરવામાં આવી રહ્યું છે. જેમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ, સેચ્યુરેટેડ ફેટ અને શુગરી બ્રેવરેજ હોય છે. આ ફૂડ ખાવાથી જે ખરાબ ફેટ નીકળે છે, તે લિવરની આસપાસના એરિયામાં ચોંટી જાય છે. બાળકો બહાર રમવા જતા નથી અને મોબાઈલ, ટીવી, ફોન, ગેજેટ્સમાં રચ્યા પચ્યા રહે છે, જેના કારણે બાળકોની કસરત થતી નથી. 

બાળકોને ફેટી લિવરની બિમારી થવાનું સૌથી વધુ જોખમ
જે બાળકોના પરિવારમાં ડાયાબિટીસ અથવા મેદસ્વીતાની સમસ્યા છે, તેમને ફેટી લિવરની બિમારી થવાનું જોખમ રહે છે. ફેમિલી બેકગ્રાઉન્ડ અને જેનેટીક પ્રિડિસ્પોજિશન પણ આ બિમારીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફેટી લિવર બાબતે લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સમય રહેતા આ બિમારીની જાણ થાય તો તેનો ઈલાજ શક્ય છે, નહીંતર તે ક્રોનિક બિમારી બની જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ