બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Father drops daughter to death in Surat's Kadodara

સુરત / પતિ-પત્ની વચ્ચેની તકરારમાં વિફેરલા પિતાએ દીકરીની કરી ક્રૂર હત્યા, પત્ની પાછળ પણ છરો લઈને દોડ્યો, હચમચાવી તે તેવી ઘટના

Dinesh

Last Updated: 04:10 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાસી પર સુવા જવા બાબતે પત્ની સાથેના ઝઘડો બાદ પતિ દ્વારા પત્ની પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતા માતાને બચાવવા વચ્ચે આવેલી દીકરીને ખુદ પિતાએ જ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી

  • સુરતના કડોદરામાં પિતાએ દીકરીને ઉતારી મોતને ઘાટ
  • અગાસી પર સુવા જવા બાબતે પતિ-પત્ની વચ્ચેની તકરારમાં દીકરીની હત્યા
  • પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


સુરતના કડોદરા વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અગાસી પર સુવા જવા બાબતે પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિ દ્વારા પત્ની પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં માતાને બચાવવા વચ્ચે આવેલી દીકરીને ખુદ પિતાએ જ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. દીકરીની હત્યા કરી રોષે ભરાયેલો પિતા તેની પત્ની પાછળ છરો લઈને દોડ્યો હતો અને હુમલો કરતા જમણા હાથના અંગુઠાની બાજુની આંગળી કાપી નાખી હતી. આ બનાવના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પિતાએજ કરી દીકરીની હત્યા
મૂળ બિહારના વતની અને હાલમાં સુરત જિલ્લાના કડોદરા સ્થિત સત્યમનગર ખાતે રામાનુજ મહાદેવ શાહુ તેની પત્ની રેખાદેવી તેમજ દીકરી ચંદાકુમારી વર્ષીય પુત્ર સુરજ કે જે મુકબધીર છે ધીરજ અને વિશાલ સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રીના આશરે અગિયાર વાગે પરિવાર જમીને બેઠો હતો અને પતિ-પત્ની બંને વાતચીત કરતા હતા આ દરમ્યાન પત્ની રેખાદેવીએ ગરમી બહુ હોવાથી અગાસી પર સુવા જવાની વાત કરી હતી. જેમાં પતિએ અગાસી પર સુવા જવાની ના કહ્યું હતું. અને ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળો આપવા લાગ્યો હતો આ દરમ્યાન બાળકોની હાજરીમાં પતિ બેફામ ગાળો બોલતા પત્નીએ તમે જેમ કહેશો તે પ્રમાણે જ સુઈ જઈશું તેમ કહેતા પતિ રોષે ભરાયો હતો. અને ઘરની બહાર જઈને થોડીવાર બાદ હાથમાં ધારદાર મોટું ચાકુ લઈને ઘરમાં આવ્યો હતો અને આજે તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી પત્ની પર ચપ્પુ લઈને હુમલો કરવા દોડ્યો હતો. જેથી તેમની દીકરી ચંદાકુમારી તેની માતાને બચાવવા વચ્ચે પડી હતી. પરંતુ રોષે ભરાયેલા પિતાએ કઈ પણ વિચાર્યા વિના દીકરીને જ આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેમાં દીકરી લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી. રોષે ભરાયેલો પતિ ચપ્પુ લઈને પત્નીની પાછળ દોડ્યો હતો જેથી તેની પત્ની દોડીને બિલ્ડીંગની છત પર ચડી ગઈ હતી પતિ પણ ત્યાં પહોચ્યો હતો અને ચપ્પુથી હુમલો કરતા હુમલામાં હાથના અંગુઠાની બાજુની આંગળી કપાઈ ગયી હતી.

આરોપી પિતા

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા 
પિતાએ માતા પર હુમલો કરતા હોય તેઓના પુત્રો સુરજ જે બોલી કે સાંભળી શકતો નથી તથા અન્ય બે પુત્રો ધીરજ અને વિશાલ તથા આજુબાજુના પડોશીઓ છત ઉપર આવી ગયા હતા. અને પત્નીને બચાવી લીધી હતી. આ દરમ્યાન માતાને બચાવવા જતા ત્રણેય પુત્રોને પણ ચાકુથી નાની મોટી ઈજાઓ થઇ હતી. બીજી તરફ ત્યાં લોકો એકઠા થઇ જતા પતિ રામાનુંજ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ દરમ્યાન સ્થાનિકોએ બનાવની જાણ 108ને કરતા કરી તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. 

મૃતક દીકરી

પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો
બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બનાવ અંગે પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી હત્યારા પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ