બ્રેકિંગ ન્યુઝ
VTV / Farmers will be Happy Monsoon Will Be Normal This Year, Says Meteorological Department
ADVERTISEMENT
#MonsoonForecast | @IMDWeather forecasts of 98% monsoon this year, lesser than @SkymetWeather's of 103% pic.twitter.com/POyI4nlLco
— ET NOW (@ETNOWlive) April 16, 2021
ADVERTISEMENT
સ્કાયમેટ દ્વારા પણ સારા ચોમાસાની આગાહી કરાઈ હતી જેમાં કહેવાયું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. આ સાથે જ આ વર્ષે દેશમાં 98% વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ઓડિશા, ઝારખંડ, UP, અસમમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના જોવા મળે છે. તો સાથે જ આ વખતે અલનીનોની સંભાવના ઓછી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT
હવામાન વિભાગે આપ્યું અનુમાન
દેશના વિવિધ ભાગમાં સામાન્યથી અધિક વરસાદ થશે. આ વખતે મોનસૂન એલપીએનો 98 ટકા રહેશે જેનાથી સામાન્ય વરસાદ થશે. આ એક સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. આ પહેલો અવસર છે જ્યારે પૂર્વાનુમાન જાહેર કરાયું છે. આઈએમડી આવનારા 4 મહિનાનું પૂર્વાનુમાન પણ જાહેર કરશે. આઈએમડીના 4 ભાગ ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર, મધ્ય ભારત અને દક્ષિણ પ્રાયદ્વીપને માટે પણ પૂર્વાનુમાન જાહેર કરાયું છે. ગયા 2 સીઝનમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદ થયો હતો. દેશમાં સરેરાશ 88 સેમી વરસાદ છે.

ADVERTISEMENT
અલ નીનોની શક્યતા ઓછી
મળતી માહિતી અનુસાર લા નીના અને અલ નીનો કારક ભારતીય મોનસૂન પર પ્રમુખ પ્રભાવ રાખે છે. આ વખતે અલ નીનોની સંભાવના ઓછી છે. કહેવાઈ રહ્યું છે કે હાલના વર્ષોમાં લા નીનાના બાદના વર્ષમાં સામાન્ય વરસાદની સીઝન જોવા મળી રહી છે. હાલમાં સ્કાયમેટ વેધરે પણ મોનસૂન સામાન્ય રહેવાની વાત કરી હતી. સ્કાયમેટના અનુસાર જૂન થી સપ્ટેમ્બરના સમયે વરસાદનો દીર્ઘાવધિ સરેરાશ 103 ટકા રહેશે. આ સમયે 96-104 ટકાની વચ્ચે વરસાદ સામાન્ય માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.