બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / famous music composer shravan rathod of nadeem shravan fame dies at mumbai due to corona multi organ failure

નિધન / આ હીટ ફિલ્મો અને ગીતો માટે જાણીતી હતી શ્રવણ-નદીમની જોડી, કોરોનાથી શ્રવણનું મોત

Published By: Bhushita

Last Updated: 09:10 AM, 23 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મંબઈની એસએલ રહેજા હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોનાના કારણે મલ્ટીઓર્ગન ફેલ્યોર થતાં નિધન થયું.

  • દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું નિધન
  • મુંબઈની એસએલ રહેજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  • કોરોના સહિત અનેક મુશ્કેલીઓના કારણે વેન્ટિલેટર પર હતા

સંગીતની દુનિયામાં જાણીતા નદીમ- શ્રવણની જોડી તૂટા છે. ગુરુવારે મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મુંબઈની એસએલ રહેજા હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમણ સામે લડી રહ્યા હતા. અનેક સમસ્યાઓ પણ આવી રહી હતી અને તેઓ વેન્ટિલેટર પર હતા. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે કે શ્રવણ રાઠોડનું કોરોનાના કારણે મલ્ટીઓર્ગન ફેલ્યોર થતાં નિધન થયું છે. 

શ્રવણ રાઠોડને  હ્રદય સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ હતી. ડાયાબિટિસ અને કોરોનાએ તેમની હેલ્થ બગાડી. તેમના દીકરા સંજીવને પણ હોસ્પિટલમાં એડમિટ કારયો છે કેમકે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. 

આ હિટ સોન્ગ્સ માટે જાણીતા હતા શ્રવણ
શ્રવણના હિટ સોન્ગ્સની વાત કરીએ તો દિલને યે કહા હૈ દિલસે, ઐસી દિવાનગી, એતબાર નહીં કરના (કયામત), કિતના પાગલ દિલ હૈ, તુમ દિલ કી ધડકન મેં, સોંચેંગે તુમ્હં પ્યાર..., અખ્ખા ઈન્ડિયા જાનતા હૈ, એક દિલરૂબા હૈ સામેલ છે. 

અનેક હિટ ફિલ્મો આપી
મ્યુઝિક ડાયરેક્ટ શ્રવણ રાઠોડ 66 વર્ષના હતા અને તેમની પાછળ 2 દીકરા સંજીવ અને દર્શનને મૂકી ગયા છે. 90ના દશકમાં નદીમ -શ્રવણની જોડી જાણીતી બની હતી. તેમની હિટ  ફિલ્મોમાં આશિકી, દિલ હૈ કી માનતા નહીં, સાજન, પરદેશ, સડક સહિત અનેક સામેલ છે. 2000ની શરૂઆતમાં નદીમ દેશની બહાર ગયા અને સંગીતકાર નદીમ-શ્રવણની જોડી તૂટી. મ્યુઝિક ડાયરેક્ટરના રૂપમાં તેની છેલ્લી ફિલ્મ 2009માં ડ નોટ ડિસ્ટર્બ હતી.

અનેક એવોર્ડ્સ જીત્યા
નદીમ અને શ્રવણે પોતાની કરિયરમાં અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે. તેમને ફિલ્મ આશિકી, રાજા હિન્દુસ્તાની, સાજન અને દીવાના ફિલ્મને માટે ફિલ્મફેર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મલ્યો છે. જ્યારે શ્રવણને ભાઈની રીતે કુમાર રાઠોડ અને વિનોદ રાઠોડ પણ સિંગ્સ છે. બંનેએ અનેક હિટ સોન્ગસ આપ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Death multi organ failure music composer shravan rathod એવોર્ડ કોરોના નદીમ- શ્રવણ નિધન ફિલ્મો મ્યુઝિક ડાયરેક્ટર સોન્ગ્સ music composer shravan rathod

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ