બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Fake Police Verification Certificate Scam in Call Center in Ahmedabad

અમદાવાદ / કોલ સેન્ટરમાં જોબ આપવા નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ, સમગ્ર ખેલ જાણી દંગ રહી જશો

Mahadev Dave

Last Updated: 09:21 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એસઓજીએ વી.એસ. હોસ્પિટલ નજીક રેડ પાડી કોલ સેન્ટરમાં નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

  • અમદાવાદમાં કોલ સેન્ટરમાં નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
  • SOGની ટીમે વી.એસ.હોસ્પિટલ સામે આવેલા બિલ્ડિંગમાં રેડ પાડી
  • બેન્કની રિકવરી અને લોન રિકવરીનું કોલ સેન્ટર ધમધમતું હતું

શોર્ટકટથી સરકારી કામ થઇ જાય તે માટે કેટલાક લોકો નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતા હોય છે, જેના કારણે તેમને જેલમાં જવાના દિવસો પણ આવે છે. આવા જ એક બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપવાના કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે કરીને એક આરોપીને ઝડપી લીધો છે. કોલ સેન્ટર પર જોબ આપવા માટે યુવક નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપતો હતો. એસઓજીએ વી.એસ. હોસ્પિટલની સામે આવેલા એક બિલ્ડિંગમાં રેડ પાડીને સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. 

DCPSOG AHMEDABAD CITY (@dcpsog) / Twitter

સંખ્યાબંધ કર્મચારીઓ કરે છે કામ
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમને બાતમી મળી હતી કે વી.એસ. હોસ્પિટલની સામે આવેલા મહાકાન્ત કોમ્પ્લેક્સમાં એસ.આર. સર્વિસીસ નામનું કોલ સેન્ટર ધમધમે છે, જ્યાં નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. ઘટનાની ગંભીરતા સમજીને એસઓજીની ટીમે રેડ પાડી હતી, જેમાં કર્મચારીઓનાં બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવાયાં હોવાનો પર્દાફાશ થયો છે. એસ.આર. સર્વિસીસ કોલ સેન્ટર વસ્ત્રાલમાં રહેતા સંદીપ પાંડેની માલિકીનું છે. બેન્કની રિકવરી તેમજ લોન રિકવરીનું કામ આ કોલ સેન્ટરમાં ચાલે છે. સંદીપ પાંડેના હાથ નીચે સંખ્યાબંધ કર્મચારીઓ કામ કરે છે, જેમને નોકરીએ રાખતાં પહેલાં પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. 

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને સફળતા
પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવાની પ્રોસિજર લાંબી અને જટિલ હોવાથી સંદીપ પાંડે જાતે જ બોગસ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી આપતો હતો. સંદીપ પાંડે તમામ કર્મચારીઓનાં ડોક્યુમેન્ટની ઝેરોક્ષ લઇ લેતો હતો અને બાદમાં તે બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. ઓરિજનલ સર્ટિફિકેટ કર્મચારીને આપતો હતો જ્યારે ઝેરોક્ષ કોપી પોતાની પાસે રાખતો હતો. સંદીપ પાંડેનાં કોલ સેન્ટરમાં ગઇ કાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ ત્રાટકી હતી અને બોગસ પોલીસ  વેરિફિકેશન સર્ટિફિકેટનો પર્દાફાશ કર્યો હતો. 

લાંબી કાનૂની પ્રકિયાથી બચવા સરળ રસ્તો

રેડ દરમિયાનમાં સંદીપ પાંડે તેની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં જઇને એસઓજીની ટીમે પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સંદીપ પાંડેએ પહેલાં તો પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ સાચાં હોવાનું કહ્યું હતું પરંતુ એસઓજીની ટીમે તપાસ કરી તો તમામ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ  વેરિફિકેશન સર્ટિફિકેટમાં સ્પેશિયલ બ્રાંચમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.વ્યાસનાં સહી સિક્કો હતાં. એસઓજીની ટીમે સંદીપ પાંડેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર પોલીસ  વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવવાનો ઇરાદો કોઇ ગુનાખોરીની ઘટનાને અંજામ આપવા માટે નહીં પરંતુ લાંબી કાનૂની પ્રકિયાથી બચવા માટેનો  જ હતો.


કર્મચારીઓને હેરાન થવું ન પડે તે માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાનો દાવો 
પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસિજર લાંબી હોય છે. જેના કારણે સંદીપે બોગસ સર્ટિફિકેટ બનાવવાનું નક્કી કરી લીધું હતું. કર્મચારીને પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનર કચેરીના ધક્કા ખાવા પડે નહીં અને તે હેરાન થાય નહીં તે માટે સંદીપ પાંડેએ સોફ્ટવેરની મદદથી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવી દીધાં હતાં.

સ્પેશિયલ બ્રાંચમાં કોઈ પીઆઈ વી.જે.વ્યાસ હતા જ નહીં! 

એસઓજીની ટીમે તમામ પોલીસ  વેરિફિકેશન સર્ટિફિકેટ જોયાં, તેમાં પોલીસ ઇન્સપેક્ટર વી.જે.વ્યાસનાં સહી સિક્કા હતાં. એસઓજીની ટીમે તાત્કાલીક સ્પેશિયલ બ્રાંચનો સંપર્ક કર્યો હતો અને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટની વિગતો લેવાનો પ્રયાસ કર્યો હતો. ગણતરીની મિનિટમાં સ્પેશિયલ બ્રાંચના અધિકારીઓએ એસઓજીની ટીમને જણાવ્યું હતું કે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ બોગસ છે. વર્ષ ૨૦૨૧થી વર્ષ ૨૦૨૩ સુધી સ્પેશિયલ બ્રાંચમાં વી.જે.વ્યાસ નામના કોઇ પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ પર હતા જ નહીં. સંદીપ પાંડેએ પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કઢાવ્યું હતું. જેમાં તેણે છેડછાડ કરીને નવું સર્ટિફિકેટ બનાવી દીધું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Crime News ahmedabad sog અમદાવાદ એસઓજી નકલી પોલીસ વેરિફિકેશન Fake Police Verification
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ