બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fact Check: Is Morarji Desai playing hard? Learn the truth about viral videos
Last Updated: 09:04 AM, 14 November 2021
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયથી એક વિડીયો બહુ વાયરલ થઇ રહ્યો છે.નવી પેઢી તો કદાચ ફોટા કે વિડીયો જોઇને ઓળખી ના શકે પણ દાવો એવો કરાઈ રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગરબે ઘૂમી રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે આ વિડીયો તદ્દન ફેક છે.વિડીયોમાં જે વડીલ ગરબે ઘૂમતા દેખાય છે તે ગુજરાતના કચ્છના લોડયા ગામના વ્યાપારી કુંવરજી નરસી લોડયા છે.મૂળ વ્યાપારી એવા કુંવરજી ભાઈનો પરિવાર વરસોથી મુંબઈમાં સ્થાયી છે.
Ex. PM Morarji Desai
— PareshG (@gothiputra) October 3, 2019
playing #Garba in his Native Place
Gujarat pic.twitter.com/d6jqAJVn2O
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 2018માં પણ નવરાત્રિના સમયગાળા દરમિયાન વાયરલ થયો હતો, જેમાં 3400થી વધુ લોકોએ તેને શેર કર્યો હતો. જો કે, વાયરલ અંગેની તપાસ કરતા જાણવા મળ્યું કે 3 મિનિટની વધુનું ડ્યૂરેશન ધરાવતો આ વીડિયો પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો નથીં.
થોડા દિવસ પહેલા ફરીવાર વાયરલ થયો વીડિયો
જણાવી દઇએ કે,2 વર્ષ બાદ દિવાળીના તહેવારો ટાણે આ વીડિયો રાજકોટ મિરર ન્યૂઝના સોશિયલ મીડિયા પેજ પરથી ફરી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે,ભૂત પૂર્વ PM મોરારજી દેસાઈનો ૧૯૬૨નો ગરબે ઝૂમતો વિડીયો થયો વાયરલ. જો આ વીડિયો પૂર્વ પ્રધાનમંત્રીનો નહીં હોવાનું ફેક્ટચૅકમાં ખુલ્યું છે.
અંદાજે 26 વર્ષ પહેલાનો વિડીયો
દેશના પહેલા ગુજરાતી વડાપ્રધાન તરીકેનું બહુન્માન જેમના ફાળે જાય છે તે મોરારજી દેસાઈ જેવો જ હૂબહૂ દેખાવ-પહેરવેશ ધરાવતા કુંવરજી ભાઈનો વિડીયો મોરારજી દેસાઈના નામે વાયરલ થયો છે. વારંવાર વાયરલ થતા વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છ કે મોરારજી દેસાઈ દાંડિયા રાસ રમી રહ્યા છે. આ વિડિયોનું તથ્ય જાણવા કુંવરજી નરશી લોડ્યાના દિકરા ચંદ્રકાન્ત લોડ્યાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. વ્યાપારી પરિવારના ચન્દ્રકાન્ત ભાઈં મુંબઈમાં વસવાટ કરે છે અને તેમને જ કહ્યું કે અંદાજીત 26 વર્ષ જૂનો આ વિડીયો એક લગ્ન પ્રસંગમાં ઉતારવામાં આવ્યો હતો વિડીયોમાં જે ચશ્માં પહેરેલી વડીલ વ્યક્તિ છે તે અન્ય કોઈ નહિ તેમના પિતા જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.