બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દેશના દરેક પેટ્રોલ પંપ પર મળે છે આ સુવિધાઓ, જેના વિશે ભાગ્યે જ કોઇ જાણતું હશે
Last Updated: 02:42 PM, 4 December 2024
આપણે સૌ કોઇ પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ અને ડીઝલ ભરીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પેટ્રોલ પંપ પર કેટલીક એવી મફત સેવાઓ ઉપલબ્ધ છે, જે આપણને મદદ કરી શકે છે. આ સેવાઓ તમારું જીવન સરળ બનાવે છે અને તમારા વાહન માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તો જાણી લો મફત સુવિધાઓ વિશે
ADVERTISEMENT
વાહનની ટાયરમાં હવાના યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સેવા પેટ્રોલ પંપ પર બિલકુલ ફ્રી આપવામાં આવે છે. અહીં ઈલેક્ટ્રોનિક મશીન દ્વારા હવા ભરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ કામ માટે કર્મચારી પણ તૈનાત છે જે આ કામ કરે છે. જો તમે પેટ્રોલ ભરી રહ્યા છો અને કોઈ કારણસર આગ લાગવાનું થાય તો, પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટીના સાધનો મફતમાં ઉપલબ્ધ હોય છે. આ સિસ્ટમ સલામતી માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
જ્યારે તમારા ફોનમાં લો બેટરી થઇ જાય, ત્યારે ઇમરજન્સી માટે તમે પેટ્રોલ પંપ પરથી ફ્રી કોલ કરી શકો છો. કોઈ પણ દુર્ઘટના કે નાની ઈમરજન્સીમાં ફર્સ્ટ એઈડ બોક્સનો ઉપયોગ કરી શકાય છે. તેમાં મલમ, બાન્ડએજ અને અન્ય જરૂરી દવાઓ હોય છે. સાથે પેટ્રોલ પંપ પર પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ છે. કેટલીક જગ્યાએ RO પાણી અને ઠંડું પાણી પીવા માટે મફત મળે છે.
મુસાફરી દરમિયાન વૉશરૂમની સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ છે. આ સેવા માત્ર ડ્રાઇવરો માટે નહીં, પરંતુ સૌ માટે ઉપલબ્ધ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર આ સેવાઓ માટે પેમેન્ટ માંગવામાં આવે, તો તે ગેરકાયદેસર છે. તો તમે પેટ્રોલિયમ કંપનીની વેબસાઇટ પર જઈને ફરિયાદ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે, અને તમારે આનો લાભ લેવા માટે જતાં વખતે યાદ રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT