બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાનકાર્ડ માટે એપ્લાય કરતા પહેલા આ 4 પોઇન્ટ્સ અવશ્ય મગજમાં ઉતારી લેજો, નહીં થાઓ ફ્રોડના શિકાર
Last Updated: 02:01 PM, 4 December 2024
ADVERTISEMENT
આ ડિજિટલ યુગમાં અનેક સર્વિસ ઓનલાઇન ઉપલબ્ધ છે. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો અપડેટ કરવા સુધીની સર્વિસ ઓનલાઈન થઈ જાય છે. પરંતુ તેની સાથે ઓનલાઈન સ્કેમ્સમાં પણ વધારો થયો છે. આવો જ એક કિસ્સો કાનપુરથી સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ તેના પૌત્ર માટે ઓનલાઈન પાન કાર્ડ માટે અરજી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને 7.7 લાખ રૂપિયાનો ચુનો લાગ્યો હતો.
ADVERTISEMENT
કાનપુરના નવશીલ મોતી વિહાર, સર્વોદય નગરમાં રહેતા સુરેશ ચંદ્ર શર્મા, તેના પ્રપૌત્ર કનિષ્ક પાંડે માટે પાન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન સર્ચ કરી રહ્યા હતા. ત્યારે શર્માને કસ્ટમર કેર હેલ્પલાઈન નંબર મળ્યો હતો. તેમને તે નંબર ડાયલ કરતા બે વ્યક્તિઓનો કોન્ટેક્ટ થયો હતો. બંને શખ્સોએ પોતાની ઓળખ કસ્ટમર સર્વિસ અધિકારીઓ તરીકે આપી હતી. આ બંનેએ પીડિતને કહ્યું કે પાન કાર્ડ માટે અરજી કરવા માટે કેટલીક પ્રોસેસ પૂરી કરવી પડશે, ત્યાર બાદ સ્કેમર્સે પીડિત પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકિંગ વિગતો માંગી હતી.
પીડિતે તેને અસલી માનીને તમામ વિગતો શેર કરી હતી. ત્યાર બાદ સ્કેમર્સે પીડિતના બેંક એકાઉન્ટ્સ એક્સેસ કરવા માટે આ માહિતીનો લાભ લઇ લીધો હતો. જેથી પીડિત વૃદ્ધને 1,40,071 અને 6,30,071 રૂપિયા એમ બે વાર કુલ 7.7 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યાર બાદ તેમને કૌભાંડની જાણ થતાં તરત જ તેમની બેંક અને પોલીસમાં આગળની પ્રોસેસ રોકવા માટે ફરિયાદ નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT