બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જૂના પાન કાર્ડમાં ફટાફટ બદલી દેજો સરનામું, મોડું કરશો તો નહીં મળે QR કોડ સાથેનું નવું PAN 2.0
Last Updated: 07:45 PM, 27 November 2024
તમે હવે તમારું પાન કાર્ડ અપડેટ કરાવી શકો છો. કારણ કે કેન્દ્ર સરકારે પાન કાર્ડ અપડેટ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય બાદ PAN ને લગતા અનેક સવાલો સામે આવે છે કે જેમ કે એડ્રેસ બદલવા અને નવા પાન કાર્ડની ડિલિવરી . તેના કારણે આવકવેરા વિભાગે આ અંગે માહિતી આપી છે. ચાલો જાણીએ કે નવા PAN 2.0 માં સરનામા સંબંધિત નિયમો શું હશે.
ADVERTISEMENT
PAN 2.0 ના લોન્ચિંગની જાહેરત બાદ લોકો પૂછી રહ્યા છે કે જેમણે પોતાનું સરનામું બદલ્યું નથી અને તેમનું ઘર અથવા રહેઠાણ બદલ્યું છે. તેમને નવું પાન કાર્ડ કેવી રીતે મેળવી શકે છે? તો તે અંગે આવકવેરા વિભાગે કહ્યું છે કે નવું પાન કાર્ડ ત્યાર બાદ જ આપવામાં આવશે. જ્યારે કાર્ડ ધારક તેના માટે અપડેટ અથવા સુધારા માટે અરજી કરશે. આનો અર્થ એ છે કે જ્યારે તમે નવા અપડેટેડ PAN માટે અરજી કરશો ત્યારે જ તમને QR કોડ સાથેનો નવો PAN વિતરિત કરવામાં આવશે અને તમારું જૂનું કાર્ડ માન્ય રહેશે.
ADVERTISEMENT
પાન કાર્ડમાં ઘરનું સરનામું બદલવા માટે સૌથી પહેલા તમારે UTIની વેબસાઈટ પર જવું પડશે. તે પછી તમારે પાન નંબર, આધાર નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ભરવાનો રહેશે. તમામ વિગતો ભર્યા બાદ એડ્રેસ ચેન્જ વિકલ્પ પર ક્લિક કરવાથી આધાર કાર્ડની મદદથી તમારું સરનામું અપડેટ થઈ જશે.
આ પણ વાંચો : સુગર લેવલ વધતા વાર નહીં લાગે, ડાયાબિટીસની દવા લેનારા ભૂલથી પણ ન ખાશો આ વસ્તુ
આવકવેરા વિભાગે પાન કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો છે. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પાન ધારકો પોતાનું સરનામું બદલવા માગે છે અથવા તેમાં થોડો સુધારો કરવા માગે છે. તે આ કામ મફતમાં કરાવી શકે છે. બસ આ માટે તેઓ NSDL અથવા UTIISLની વેબસાઈટ પર જઈને આધારની મદદથી પોતાનું સરનામું બદલી શકે છે અને અહીંથી સુધારા પણ કરી શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.