બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Extreme devastation in Kutch due to extremely destructive Cyclone Biparjoy

વાવાઝોડા વિનાશ વેર્યો / કચ્છમાં ચારેબાજુ તારાજી: ગાંધીધામમાં અનરાધાર, નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું

Malay

Last Updated: 03:51 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Effect of Biporjoy Cyclone: કચ્છમાં ચારે બાજુ તારાજીથી લોકો બેહાલ થયા છે. વાવાઝોડાની અસરથી રાજ્યના 27 જિલ્લાના 171 તાલુકામાં હળવોથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો હોઈ નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું છે.

 

  • બિપોરજોયે લોકોને કંડલા વાવાઝોડાની યાદ અપાવી
  • ઠેર-ઠેર લાઇટના થાંભલા અને વૃક્ષો જડમૂળથી ઊખડી ગયાં
  • ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ

અતિ વિનાશક બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી થઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. આ વાવાઝોડાના પગલે કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો હોઈ નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં છે. ગાંધીધામમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હોઈ લોકો તોબા પોકારી ઊઠ્યા છે. વાવાઝોડાની અસરથી રાજ્યના 27 જિલ્લાના 171 તાલુકામાં હળવોથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો હોઈ નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું છે. 

લોકોને NDRFની ટીમે સલામત સ્થળે ખસેડ્યા
તોફાની પવન તેમ જ અતિ ભારે વરસાદે કચ્છના લોકોને 25 વર્ષ જૂના કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. ભૂજમાં ઠેર ઠેર લાઇટના થાંભલા અને વૃક્ષો જડમૂળથી ઊખડી ગયાં છે. માંડવીના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું હતું. પોરબંદરમાં પણ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે સલામત સ્થળે ખસેડ્યા હતા. ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ થઈ છે. કુલ 940 ગામમાં વીજળીના થાંભલા પડ્યા છે.

જામનગરમાં 100થી વીજપોલ અને વૃક્ષો ધરાશાયી
જામનગરમાં 100થી વધુ લાઇટના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં અનેક વિસ્તારોમાં લોકોએ અંધારામાં રાત વિતાવવાની ફરજ પડી હતી. બિપરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટક્યા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના પશ્ચિમ ઝોનમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જોકે આ વરસાદના પગલે કલેક્ટર સહિતના અધિકારીઓ આખી રાત ફિલ્ડમાં રહ્યા હતા..

22 લોકો ઈજાગ્રસ્ત અને 23 પશુઓના મોત 
કચ્છ કે અન્ય સ્થળેથી કોઈ મૃત્યુના સમાચાર મળ્યા નથી. જોકે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો 23 પશુઓનાં મોત થયાં છે. આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદની વિગત તપાસતા ભુજમાં છ ઈંચ, અંજાર-મુંદ્રામાં સાત ઇંચ, ખંભાળિયા, દ્વારકા, જામજોધપુરમાં ચાર ઇંચ, બનાસકાંઠાના વાવમાં ત્રણ ઇંચ, કાલાવાડ, માંડવી અને ભચાઉમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારના છથી દસ વાગ્યા સુધીમાં લોધિકા અને ગાંધીધામમાં ત્રણ ઇંચ, દ્વારકા અને જામનગર, માળિયામાં બે ઇંચથી વધુ, માંડવી, ભચાઉ, રાજકોટમાં બે ઇંચ, જામકંડોરણા, વાંકાનેર, અબડાસા, અંજારમાં પોણા બે ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

અતિભારે વરસાદની આગાહી
આ વાવાઝોડું જખૌના દરિયાકાંઠે ટકરાયા બાદ હવે ઉત્તર ગુજરાતથી દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, જે આજે સાંજે દક્ષિણ રાજસ્થાન પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, જ્યારે કચ્છ, મોરબી, મહેસાણા અને સાબરકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું જખૌથી 70 કિ.મી. દૂર ગયુંઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગનાં ઇન્ચાર્જ ડિરેક્ટર મનોરમા મોહંતી કહે છે, આ વાવાઝોડું હાલ જખૌથી 70 કિ.મી. દૂર જતું રહ્યું હોઈ આવતી કાલ સુધીમાં પૂર્ણ થશે, જોકે હજુ 60થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ