બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Exclusive list of likely candidates from Congress North Gujarat

VTV Exclusive / ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ કોને આપશે ટિકિટ, ચર્ચિત વાવ, થરાદ, રાધનપુર બેઠક પર કોઈ 'પરિવર્તન' નહીં, જુઓ સંભવિત લિસ્ટ

Malay

Last Updated: 04:16 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવારોની એક યાદી સામે આવી છે. જાણો કોને કઇ બેઠક પરથી મળી શકે છે ટિકિટ

  • ઉત્તર ગુજરાતના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર
  • જાણો કોને કઇ બેઠક પરથી મળી શકે છે ટિકિટ
  • 2017માં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે જીતી હતી 17 બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 10 યાદી પણ જાહેર કરી દીધી છે. તો કોંગ્રેસે પણ ઉમેદવારોની એક યાદી જાહેર કરી દીધી છે. ભાજપે હજુ સુધી એક પણ યાદી જાહેર કરી નથી. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દિલ્હી ખાતે મંથનમાં કોંગ્રેસની બીજા તબક્કાની યાદી તૈયાર કરવામાં આવી છે.  

કોંગ્રેસના ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર!
ઉત્તર ગુજરાતની 32 બેઠકોના સંભવિત ઉમેદવારની યાદી તૈયાર થઈ છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દાવેદારોની લીસ્ટ તૈયાર થઈ ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી VTV પાસે આવી ગઇ છે.

કોંગ્રેસના ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવાર

  • વાવ- ગેનીબેન ઠાકોર
  • થરાદ- ગુલાબસિંહ રાજપૂત
  • ધાનેરા- નાથાભાઇ ચૌધરી પટેલ, જોઇતાભાઈ પટેલ
  • દાંતા- કાંતિભાઈ ખરાડી,  વાલકીબેન પારઘી
  • વડગામ- જીગ્નેશ મેવાણી
  • પાલનપુર- મહેશ પટેલ, રવીરાજ ગઢવી, રાજુભાઇ જોશી
  • દિયોદર- શિવાભાઈ ભુરિયા, ભરત વાઘેલા, અનિલ માળી
  • કાંકરેજ- અમરતજી ઠાકોર, ભૂપતજી ઠાકોર, સી વી ઠાકોર
  • રાધનપુર- રઘુભાઈ દેસાઈ  
  • ચાણસ્મા- ચેહુજી ઠાકોર, દિનેશ ઠાકોર, રમેશ ઠાકોર
  • પાટણ- કિરીટ પટેલ
  • સિધ્ધપુર- ચંદનજી ઠાકોર
  • ઊંઝા- અરવિદ પટેલ, પીન્કીબેન પટેલ
  • વિસનગર- કિરીટ પટેલ, જીતુ ચૌધરી, રામાજી ઠાકોર
  • બહુચરાજી- ભરતજી ઠાકોર, જીએમ પટેલ, ભોપાજી ઠાકોર
  • મહેસાણા- ડૉ રાજુભાઇ પટેલ, ભાવેશ પટેલ, કનકસિંહ ઝાલા
  • વિજાપુર- સીજે ચાવડા
  • ઇડર- રામભાઈ સોલંકી, નિરુબેન પંડ્યા
  • ખેડબ્રહ્મા- તુષાર ચૌધરી, રાજુભાઈ દ્રોણ
  • ભિલોડા- રાજન ભાગોર, રાજેન્દ્ર પારઘી
  • મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર
  • બાયડ- જશુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા
  • પ્રાંતિજ- બેચરસિંહ, ભગવતસિંહ ઝાલા
  • દહેગામ- કામિનિબા રાઠોડ, વખતસિંહ ચૌહાણ, કાળુસિંહ વિહોલા, મહેન્દ્રસિંહ વાઘેલા 
  • ગાંધીનગર ઉત્તર- નિશિત વ્યાસ, વિરેન્દ્રસિંહ વાઘેલા
  • માણસા- સુરેશ પટેલ, બાબુજી ઠાકોર
  • કલોલ- બળદેવજી ઠાકોર

ગત ચૂંટણીમાં કોંગ્રેસને મળી હતી 17 બેઠકો
2017માં ઉત્તર ગુજરાતની 32 બેઠકો પૈકી 17 બેઠકો કોંગ્રેસે જીતી હતી, જ્યારે 14 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો. એક બેઠક વડગામથી અપક્ષ જીગ્નેશ મેવાણી જીત્યા હતા. મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં 4 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો. બાય ઈલેક્શનમાં પણ કોંગ્રેસે દબદબો જાળવી રાખતા 3 બેઠકો જીતી હતી

રાહુલ ગાંધી ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જે માટે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના આંટા ફેરા શરૂ થઈ જશે. અશોક ગહેલોત, રઘુ શર્મા ગુજરાતમાં પ્રચાર માટે આવશે તેવું જાણવા મળી રહ્યું છે.  હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવા માટે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતમાં ચારથી છ જનસભા કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ