- ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર
- યાદી ડિકલેર થાયએ પહેલા નામો VTV પર EXCLUSIVE
- જુઓ કોને કોંગ્રેસ ક્યાંથી આપશે ટિકિટ
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ ઉમેદવારોની EXCLUSIVE યાદી VTV ગુજરાતી પાસે સૂત્રોના હવાલાથી આવી છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ તેની પહેલી યાદીમાં 3 નવા ચહેરાઓને સ્થાન આપશે. તેમ ઘણખરા જુના જોગીઓને પણ રિપીટ કરશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં નામો નક્કી થઈ ગયા છે. સિનિયર આગેવાનોની ચૂંટણી લડવાની બાબતે બેઠકમાં આખરી નિર્ણય લેવાઈ ગયો છે. ફક્ત હવે સત્તાવાર જાહેરાત બાકી છે. ત્યારે જાણો 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ?
ક્યાં દિગ્ગજો લડશે ચૂંટણી?
- પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
- આંકલાવથી અમિત ચાવડાને ટિકિટ
- અમરેલીથી પરેશ ધાનાણીને ટિકિટ
- ખેડબ્રહ્માથી તુષાર ચૌધરીને ટિકિટ
- દાણીલીમડાથી શૈલેષ પરમારને ટિકિટ
- બાપુનગરથી હિંમતસિંહ પટેલને ટિકિટ
- છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવાને ટિકિટ
- વડગામથી જીગ્નેશ મેવાણીને ટિકિટ
- ઉનાથી પુંજા વંશને ટિકિટ
- ખંભાળિયાથી વિક્રમ માડમને ટિકિટ
ક્યાં ધારાસભ્યો થશે રિપીટ ?
- વાવથી ગેનીબેન ઠાકોર થશે રિપીટ
- થરાદથી ગુલાબસિંહ રાજપૂત થશે રિપીટ
- રાધાનપુરથી રઘુ દેસાઈ થશે રિપીટ
- પાટણથી કિરીટ પટેલ થશે રિપીટ
- સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર થશે રિપીટ
- મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોર થશે રિપીટ
- બાયડથી જસુ પટેલ થશે રિપીટ
- ગાંધીનગર ઉત્તરથી સીટ બદલી CJ ચાવડા વિજાપુરથી લડશે ચૂંટણી
- માણસાથી સુરેશ પટેલ થશે રિપીટ
- કાલોલથી બળદેવજી ઠાકોર થશે રિપીટ
- વિરમગામથી લાખા ભરવાડ થશે રિપીટ
- દરિયાપુરથી ગ્યાસુદીન શેખ થશે રિપીટ
- જમાલપુરથી ઇમરાન ખેડાવાલા થશે રિપીટ
- દસાડાથી નૌસાદ સોલંકી થશે રિપીટ
- ચોટીલાથી ઋત્વિજ મકવાણા થશે રિપીટ
- ટંકારાથી લલિત કગથરા થશે રિપીટ
- કાલાવાડથી પ્રવીણ મુછડીયા થશે રિપીટ
- જામજોધપુરથી ચિરાગ કાલરીયા થશે રિપીટ
- વિસાવદરથી હર્ષદ રિબડીયા થશે રિપીટ
- સોમનાથથી વિમલ ચુડાસમા થશે રિપીટ
- તાલાલાથી ભગા બારડ થશે રિપીટ
- લાઠીથી વીરજી ઠુંમર થશે રિપીટ
- રાજુલાથી અંબરીષ ડેર થશે રિપીટ
- સાવરકુંડલાથી પ્રતાપ દુધાત થશે રિપીટ
- બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર થશે રિપીટ
- આણંદથી કાંતિ સોઢા પરમાર થશે રિપીટ
- મહુધાથી ઇંદ્રજીતસિંહ ઠાકોર થશે રિપીટ
- ઠાસરાથી કાંતિ પરમાર થશે રિપીટ
- બાલાસિનોરથી અજિત ચૌહાણ થશે રિપીટ
- દાહોદથી વજેસિંહ પણદા થશે રિપીટ
- ગરબાદથી ચંદ્રિકાબેન બારૈયા થશે રિપીટ
- માંડવીથી આનંદ ચૌધરી થશે રિપીટ
- વ્યારાથી પુના ગામીત થશે રિપીટ
- વાંસદાથી અનંત પટેલ થશે રિપીટ
નવા ચેહરાઓ કોણ ?
- મહુવાથી કનુ કલસરિયાને અપાઈ ટિકિટ
- અમદાવાદના વેજલપુરથી રાજેન્દ્ર પટેલ ( મકરબા ) ને અપાઈ ટિકિટ
- અમદાવાદના અમરાયવાડીથી ધર્મેન્દ્ર પટેલને અપાઈ ટિકિટ
કયા દિગ્ગજો નહીં ઉતરે મેદાનમાં?
- જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે
- ભરતસિંહ સોલંકી નહીં લડે
- સિદ્ઘાર્થ પટેલ પણ નહીં લડે
તો બીજી તરફ VTV ન્યૂઝને આપેલા EXCLUSIVE ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. 10 ઓક્ટોબરે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. સ્ક્રીનિંગ કમિટી અને ઈલેકશન કમિટીની બેઠકોમાં નામો નક્કી થઈ ગયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ કોંગ્રેસ મેદાને ઉતારશે તેમજ જે ધારાસભ્ય જીતતા હશે તેમને જ ટિકિટ મળશે તેવા સંકેત પણ રઘુ શર્માએ આપ્યા છે.