શિક્ષણ /
મોટા સમાચાર: જીતુ વાઘાણીએ લીધો આ મોટો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટી અને GTUની પરીક્ષાની તારીખો બદલાઈ
Team VTV01:42 PM, 29 Oct 21
| Updated: 01:44 PM, 29 Oct 21
યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન જાહેર થતા વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ પણ પાછળ ધકેલાઈ ગઈ છે. જેમા વિદ્યાર્થીઓની પરિક્ષા હવે 16 નવેમ્બરના બદલે 23 નવેમ્બરથી શરૂ થશે.
યુનિવર્સિટીની પરીક્ષા પાછળ ધકેલાઈ
દિવાળી વેકેશન લંબાવાને કારણે પરિક્ષા પણ પાછળ ધકેલાઈ
16 નવેમ્બરના બદલે 23 નવેમ્બરથી હવે પરિક્ષા લેવાશે
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓની પરિક્ષા રાજ્ય સરકાર દ્વારા પાછળ ઠાલવી દેવામાં આવી છે. તેના પાછળનું કારણ છે કે સરકાર દ્વારા યુનિવર્સિટીઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું. જેને વિદ્યાર્થીઓ એકદમ ખુશ છે. જોકે તેમની પરીક્ષા આ નિર્ણયને લીધે પાછળ ધકેલાઈ ગઈ છે.
મોટા ભાગની યુનિવર્સિટીઓમાં તારીખ બદલાઈ
વેકેશન જાહેર કર્યા બાદથી યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો બદલાવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે કે રાજ્ય સરકારે કરેલી જાહેરાત બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. જેમા GTU અને ગુજરાત યુનિવર્સિટી સહિતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પરીક્ષાની તારીખો બદલાઈ ગઈ છે.
23 નવેમ્બરથી યોજાશે પરિક્ષાઓ
આપને જણાવી દઈએ કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં દિવાળી બાદ તરત પરીક્ષા ગોઠવી દેવામાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. આ મામલે GTUના કુલપતિ નવીન શેઠ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 16 નવેમ્બરના બદલે 23 નવેમ્બરથી પરીક્ષઓ હવે શરૂ કરવામાં આવશે.
અગાઉ 16 નવેમ્બરે યોજાવાની હતી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કુલપતી નવીન શેઠે એવું પણ કહ્યું છે કે દિવાળી વેકેશન 21 દિવસનું કરાયું છે. જેને લઈને મોટા ભાગની યુનિવર્સિટીમાં પરીક્ષા કાર્યક્રમ બદલાયો છે. આપને જણાવી દઈએ કે પહેલા GTUમાં 16 નવેમ્બરથી પરિક્ષા શરૂ થવાની હતી. જેમાં 3, 5. 7માં સેમિસ્ટરની પરીક્ષા શરૂ થવાની હતો જોકે હવે આ પરિક્ષા 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.