બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Even in Mumbai, the anger of the audience was seen against Hardik Pandya, the audience booed loudly
Vishal Dave
Last Updated: 09:02 PM, 1 April 2024
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ફરી ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી રહી છે, પરંતુ ટોસ સમયે હાર્દિક પંડ્યાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, એવી આશંકા પહેલાથી જ હતી કે હાર્દિક પંડ્યાને વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હુટિંગનો સામનો કરવો પડી શકે છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે ટોસ માટે આવ્યા હતા. પરંતુ સંજય માંજરેકરે હાર્દિક પંડ્યાનું નામ લેતા જ ટોળાએ હુટિંગ શરૂ કરી દીધું હતું. . સંજય માંજરેકરે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે ખુબ તાળીઓ અને ચીયર્સ .પરંતુ જ્યારે હાર્દિક પંડ્યાએ બોલવાનું શરૂ કર્યું ત્યારે ખૂબ જ હુટિંગ થયું હતું.
ADVERTISEMENT
🚨 Toss 🚨@rajasthanroyals win the toss and elect to bowl against @mipaltan #TATAIPL | #MIvRR pic.twitter.com/pziDfHNIci
— IndianPremierLeague (@IPL) April 1, 2024
રાજસ્થાન રોયલ્સ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ વિ રાજસ્થાન રોયલ્સ મેચ વિશે વાત કરીએ, તો સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ સિઝનની પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. અત્યાર સુધી આ ટીમને ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે તેની બંને મેચ જીતી છે. અત્યાર સુધી, સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.