બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને બોલ્ડ અવતારને લઇને ચર્ચામાં રહે છે. તેણે વર્ષ 2012માં ફિલ્મ જન્નત 2થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેણે અત્યાર સુધી લાંબો પ્રવાસ નક્કી કર્યો છે.
ઈશા ગુપ્તાએ ફિલ્મ જન્નત 2થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ
ઈશા વેબસીરીઝ 'આશ્રમ 3'ને કારણે છે લાઈમલાઈટમાં
ઈશા ગુપ્તા વૈભવી જીવનશૈલીની છે શોખીન
લગ્ઝરી જીવનની શોખીન છે ઈશા ગુપ્તા
અત્યાર સુધીના વર્ષોમાં તેઓ રાજ 3D (2012), રૂસ્તમ (2016) અને બાદશાહો (2017) જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. હાલના સમયમાં તેઓ વેબસીરીઝ આશ્રમના કારણે લાઈમલાઈટમાં છે. આ શ્રેણીમાં બૉબી દેઓલે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. પ્રકાશ ઝા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી સીરીઝ તમે 'MX પ્લેયર' પર જોઇ શકો છો. જો અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તેના સોશિયલ મીડિયામાં લગભગ 8 મિલિયન ફૉલોઅર્સ છે. તે વારંવાર પોતાના દરરોજના જીવનની ઝલક પ્રશંસકો સાથે શેર કરતી રહે છે. આ સાથે તેને ટ્રાવેલ કરવાનો ખૂબ શોખ છે, કારણકે તેની સોશિયલ મીડિયા ફીડ પર સ્પષ્ટ દેખાય છે. તે એક લગ્ઝરી જીવન જીવે છે. તો અમે તમને ઈશા ગુપ્તાની વૈભવી જીવનશૈલી વિશે જણાવીએ છીએ.
ઈશા ગુપ્તાની પાસે મુંબઈમાં એક સ્ટનિંગ એપાર્ટમેન્ટ છે, જેમાં વધુ સ્પેસ છે. જેની દીવાલ ન્યુટ્રલ અને બ્રાઈટ ક્લર્સમાં પેઈન્ટ કરવામાં આવી છે. જેમાં લાઇટ કલરના માર્બલ લી ફ્લોરીંગ છે, જે તેને સિમ્પલ અને એલીગેન્ટ બનાવે છે. તેનો લિવિંગરૂમ એક વાર્મ વાઈબ આપે છે અને તેમાં ક્રિએટીવ આર્ટ કરવામાં આવ્યો છે. તેના બેડરૂમને તેણે બ્લૂશેડમાં રાખ્યો છે. તેનુ મુંબઈ સિવાય દિલ્હીમાં પણ સુંદર ઘર છે. દિલ્હીમાં તેના માતા-પિતા અને ભાઈ-બહેન રહે છે. તેની આ પ્રોપર્ટીમાં એક મોટુ ગાર્ડન પણ છે, જેની તસ્વીરો તે વારંવાર શેર કરે છે.
ઈશા ગુપ્તાને કારનો ખૂબ શોખ છે. તેને વારંવાર સ્ટનિંગ અને વૈભવી કારમાં રાઈડ કરતી જોઇ શકાય છે. અભિનેત્રીની પાસે સુપર લગ્ઝરી BMW 5 શ્રેણી 520d કાર છે, જેની ભારતમાં કિંમત 65.89 લાખ રૂપિયાની નજીક છે. તેની પાસે સ્કોડા સુપર્બ સ્પોર્ટલાઈન AT કાર પણ છે. જેની કિંમત 32.85 લાખ રૂપિયા છે.
એક રિપોર્ટ મુજબ, ઈશા ગુપ્તાની નેટવર્થ લગભગ 36 કરોડ રૂપિયા છે. તેણે પોતાની લેટેસ્ટ વેબ સીરીઝ આશ્રમ માટે ડાયરેકટર પાસે 2 કરોડ રૂપિયાની મોટી રકમ વસૂલ કરી છે. આ સિવાય તે બ્રાન્ડ પ્રમોશન, એડ અને સોશિયલ મીડિયા દ્વારા પણ સારી કમાણી કરે છે.