બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:17 PM, 6 October 2025
સાઉથ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડા 6 ઓક્ટોબર, સોમવારે એક ગંભીર અકસ્માતમાંથી બચી ગયા છે. વિજય તેમના પરિવાર સાથે પુત્તપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. તેમની લેક્સસ LM350h કારને જોગુલંબા ગડવાલ જિલ્લાના અંડાવલ્લી નજીક નેશનલ હાઈવે 44 પર પાછળથી એક બોલેરો વાહને ધક્કો માર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, બોલેરો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને હાલ તેની શોધ ચાલી રહી છે. કાર વિજયના ડ્રાઈવર શ્રીકાંતે ચલાવી રહ્યો હતો, જેમણે તાત્કાલિક અંડાવલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
All is well ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025
Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home.
My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️
પોલીસે જણાવ્યું કે, "અભિનેતા વિજય દેવરકોંડાની કાર અંડાવલ્લી પાસે અકસ્માતગ્રસ્ત થઈ હતી. ડાબી બાજુથી બોલેરો વાહન અથડાયું હતું. કોઈ જાનહાની કે ગંભીર ઈજા નથી. વિજય અને તેમના પરિવારના સભ્યો ત્યારબાદ મિત્રની કારમાં હૈદરાબાદ પહોંચ્યા હતા." ઘટનાના થોડીક સમય પછી વિજય દેવરકોંડાએ તેમના સોશિયલ મીડિયા પર એક શાંતિજનક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે લખ્યું: "સબ ઠીક છે. કારને ટક્કર લાગી છે, પરંતુ અમે બધા ઠીક છીએ. મેં સ્ટ્રેન્થ વર્કઆઉટ પણ કર્યું અને હવે ઘરે પરત આવ્યો છું. માથામાં થોડો દુખાવો છે, પણ બિરયાની અને ઊંઘથી ઠીક થઈ જશે. તમારું બધાનું પ્રેમ અને ચિંતા બદલ આભાર." આ પોસ્ટ બાદ #VijaySafe હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો અને ચાહકોમાં થોડી રાહત જોવા મળી.
ADVERTISEMENT
વિજયની આ ઘટના ત્યારે બની છે જ્યારે તેઓ અને અભિનેત્રી રશ્મિકા મંધાનાની સગાઈની અફવાઓ સોશિયલ મીડિયામાં ગરમાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબર 2025ના રોજ હૈદરાબાદમાં એક ખાનગી વિધિમાં બંનેની સગાઈ થઈ હતી જેમાં નજીકના મિત્રો અને કુટુંબજનો જ ઉપસ્થિત રહ્યા હતા. રશ્મિકા અને વિજયે હજુ આ અંગે જાહેરમાં કઈ પણ નિવેદન આપ્યું નથી, પરંતુ અહેવાલો કહે છે કે બંનેનું લગ્ન ફેબ્રુઆરી 2026માં થવાની શક્યતા છે.
વધુમાં વાંચો: ટ્રેન હવે એક મિનિટ પણ મોડી પડી તો જશે નોકરી, રેલવે મંત્રાલયે આપ્યો આદેશ
ADVERTISEMENT
વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિજય છેલ્લે ‘કિંગડમ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે થિયેટરમાં રિલીઝ થઈ પછી OTT પર પણ સફળ રહી. તેમની આગામી ફિલ્મ ‘VD14’ એક કોર્ટરૂમ ડ્રામા છે, જેમાં તેઓ એક વકીલના રોલમાં જોવા મળશે. બીજી તરફ, રશ્મિકા ‘થમ્મા’ ફિલ્મમાં અયુષ્માન ખુરાનાની સાથે 21 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
વિજય દેવરકોંડાનું નેટવર્થ અંદાજે ₹50 થી ₹70 કરોડ છે અને તેઓ તેમના હાઈએન્ડ કાર કલેકશન માટે પણ જાણીતા છે. હાલના અકસ્માત પછી તેમનું શાંતિપૂર્વક નિવેદન અને પોઝિટિવ અભિગમ ચાહકો માટે પ્રેરણારૂપ સાબિત થયો છે. અકસ્માત બાદ પોલીસ તપાસ ચાલી રહી છે અને વહનચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. ચાહકો દ્વારા પ્રાર્થનાઓ સાથે વિજય માટે સલામતી અને આરોગ્યની કામના કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.