બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Dhurandhar 2ની સફળતા વચ્ચે ગરમાયો Kantara વિવાદ, રણવીર સિંહની હાઈકોર્ટમાં માફી માંગવાની તૈયારી

મનોરંજન / Dhurandhar 2ની સફળતા વચ્ચે ગરમાયો Kantara વિવાદ, રણવીર સિંહની હાઈકોર્ટમાં માફી માંગવાની તૈયારી

Published By: Priyankka Triveddi

Last Updated: 11:26 AM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhurandhar 2 ની જબરદસ્ત સફળતા વચ્ચે રણવીર સિંહ ફરીએકવાર 'Kantara' ની કોન્ટ્રોવર્સીને લઈને ચર્ચામાં આવી ગયા છે.

Ranveer Singh Controversy: બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ આજકાલ તેની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ Dhurandhar: The Revenge ને લઈને ચર્ચામાં છે. અને તેની સફળતાનો આનંદ ઉઠાવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે એક્ટર ફરી એકવાર ચર્ચામાં છે. જણાવી દઈએ કે ગયા વર્ષે આ વિવાદ ધુરંધરના પ્રમોશન દરમિયાન શરૂ થયો હતો. અભિનેતાએ એક ઇવેંટમાં 'કંતારા ચેપ્ટર 1' દર્શાવવામાં આવેલા 'દેવ' (ભૂતા કોલા) પરંપરાની નકલ કરી હતી.

જેને અમુક લોકોએ તેમની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું માનવામાં આવે છે. જેના પછી ઘણો વિવાદ થયો હતો. જો કે આ પહેલા આ એક્ટરે એક પોસ્ટ શેર કરીને માફી માંગી ચૂક્યા છે પરંતુ હજુ આ વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. હવે આ માટે રણવીર સિંહે કોર્ટમાં સોંગદનામું દાખલ કરીને માફી માંગવી પડશે.

ચામુંડી મંદિર પણ જશે રણવીર સિંહ

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ સાથે જોડાયેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન અભિનેતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તે પોતાના વર્તન બદલ બિનશરતી માફી માંગવા તૈયાર છે. સાથે જ તેણે કોર્ટના નિર્દેશોનું પાલન કરતાં ચામુંડી મંદિરની મુલાકાત લેવાની પણ તૈયારી દર્શાવી છે. રણવીર સિંહે પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કોર્ટ સમક્ષ મૂકી હતી. આ દરમિયાન હાઈકોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં જણાવ્યું કે અભિનેતાએ જે રીતે ધાર્મિક મુદ્દાની નકલ કરી તે યોગ્ય નથી અને આવા વર્તનથી સંવેદનાઓને ઠેસ પહોંચી શકે છે.

ફરિયાદ અને આરોપોની વિગતો

આ સમગ્ર મામલો ડિસેમ્બર 2025માં નોંધાયેલી ફરિયાદથી શરૂ થયો હતો. વકીલ પ્રશાંત મેથલે હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રણવીર સિંહના વર્તનથી તેમની સાથે સાથે લાખો હિન્દુઓ, ખાસ કરીને કર્ણાટકના તુલુ ભાષી સમુદાયની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે. ફરિયાદ અનુસાર 28 નવેમ્બરે ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) ના સમાપન સમારોહ દરમિયાન અભિનેતાએ ‘દૈવા’ શબ્દને ‘ભૂત’ અથવા ‘ચૂડેલ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદનને કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો અને અનેક લોકોમાં અસંતોષ ફેલાયો.

આ પણ વાંચો: ઈશા રિખી કોણ છે? પંજાબી અભિનેત્રી જેણે રૈપર બાદશાહ સાથે કર્યા લગ્ન.. ફોટા વાયરલ

સોશિયલ મીડિયા પર માફી

વિવાદ વધતા રણવીર સિંહે સોશિયલ મીડિયા મારફતે જાહેર માફી માગી હતી. પોતાના મેસેજમાં તેમણે જણાવ્યું કે તેમનો હેતુ ફિલ્મમાં અભિનેતા ઋષભ શેટ્ટીના ઉત્તમ અભિનયની પ્રશંસા કરવાનો હતો. તેમણે કહ્યું કે એક કલાકાર તરીકે તેઓ જાણે છે કે આવી ભૂમિકા નિભાવવી કેટલી મહેનતભરી હોય છે અને તેઓ દરેક સંસ્કૃતિ, પરંપરા અને માન્યતાનો હંમેશા સન્માન કરે છે. જો તેમના નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ દિલથી ક્ષમા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar 2 Ranveer Singh Controversy Kantara Chapter 1

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ