બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / "25થી 30 મોકા આપ્યા, છતાંય...", ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને હાઇકોર્ટની ફિટકાર

બોલીવુડ / "25થી 30 મોકા આપ્યા, છતાંય...", ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને હાઇકોર્ટની ફિટકાર

Published By: Vidhata Gothi

Last Updated: 03:07 PM, 12 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajpal Yadav Bail Hearing: બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસમાં સરેન્ડર કર્યું હતું. દરમિયાન રાજપાલનું 9 કરોડનું દેવું ચૂકવવામાં તેમની મદદ માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે. જો કે આ મામલે કોર્ટે તેમને સખત ઠપકો આપ્યો છે.

બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા છે. 9 કરોડના દેવાનો આ કેસ છે, જેને ચૂકવી ન શક્યા પછી રાજપાલ યાદવે તિહાર જેલના અધિકારીઓ સામે સરેન્ડર કરવું પડ્યું. 12 ફેબ્રુઆરીએ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે, જ્યાં રાજપાલને દેવું ન ચૂકવી શકવા માટે કોર્ટથી ઠપકો પડ્યો છે. દિલ્હી હાઇકોર્ટે રાજપાલ યાદવને પૂછ્યું કે તેઓ સજા રદ કરવાની માંગ કેમ કરી રહ્યા છે? જ્યારે કે તેઓ પહેલા જ એ વાત કબુલી ચૂક્યા છે કે તેમણે પૈસા ઉધાર લીધા હતા.

કોર્ટે કહ્યું કે તમે ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે પૈસા ચૂકવશો. સજા થઈ ગઈ તો હવે સજા રોકવાની વાત કરી રહ્યા છો. રાજપાલ યાદવના વકીલે કહ્યું - અમે તે તારીખે કહ્યું હતું કે આ મામલો સેટલ કરવા માંગીએ છીએ. રાજપાલે કોર્ટમાં કહેલાં પોતાના શબ્દોનું માન રાખવા માટે સરેન્ડર કર્યું છે. ફિલ્મમાં જે 5 કરોડની રકમ ઇન્વેસ્ટ કરી હતી, તે ચૂકવવા માંગે છે. 3 કરોડથી વધુની રકમ અપાઈ ચૂકી છે.

હાઇકોર્ટે કહ્યું - સમજાતું નથી કે આ ચર્ચા શા માટે થઈ રહી છે. તમે અરજી દાખલ કરી હતી. જજે કહ્યું હતું કે તેઓ હસ્તક્ષેપ નહીં કરે. તમે કહ્યું કે પૈસા ચૂકવી દેશો. પછી વર્ષો સુધી તમે ચૂકવી શકયા નહીં. આદેશનો અનાદર કરવાને કારણે તમારે સરેન્ડર કરવું પડ્યું. પાછલો આદેશ જુઓ. તમે કહ્યું હતું કે વાસ્તવિક વ્યવહાર થયો હતો, જ્યાં ફિલ્મના પ્રોડક્શન માટે ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું. કોર્ટે નોંધ્યું કે તમે સેટલમેન્ટની શક્યતાઓ શોધી રહ્યા હતા. મને આ મામલે દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તમે મીડિએશન સેન્ટર ગયા. ત્યાં પેમેન્ટ કરવાનું વચન આપ્યું. તમને 25-30 તકો આપવામાં આવી. હવે, આ કેસ તેમ ફરીથી ખોલવા માંગો છો? પૈસા આપવામાં મોડું કેમ થયું, એની માહિતી આપવી પડશે. મને તમારી સાથે સહાનુભૂતિ થઈ શકે છે પરંતુ કાયદો કાયદો છે.

vtv app promotion

રાજપાલ યાદવના વકીલે કહ્યું - અરજદારે 2.10 કરોડ રૂપિયા જમા કરવાના છે. અમને ફિલ્મ ઉદ્યોગ અને જનતા તરફથી મદદ મળી રહી છે. હાઈકોર્ટે પૂછ્યું - આનો કોઈ પણ બાબત સાથે શું સંબંધ છે? 25 વાર તમે કહ્યું કે આ લોન છે. જો આ રકમ જમા કરાવવા તૈયાર હોવ, તો આગળ સુનાવણી ચાલુ રાખીશું. રાજપાલના વકીલે કહ્યું - અમે કોર્ટમાં સિક્યોરિટી એમાઉન્ટ જમા કરાવવા તૈયાર છીએ. જોકે, રાજપાલના પરિવારમાં લગ્ન છે, તેથી અમને જામીન જોઈએ.

ફિલ્મી હસ્તીઓએ કરી રાજપાલની મદદ

મુસીબતની આ ક્ષણમાં રાજપાલ યાદવને ઘણી ફિલ્મી હસ્તીઓએ સાથ આપ્યો છે. સરેન્ડર કરતાં પહેલા રાજપાલે દિલ્હીની તિહાર જેલના અધિકારીઓ સામે પોતાની સ્થિતિ વર્ણવી. તેમણે રોતારોતાં કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી. તેમનો કોઈ મિત્ર નથી, જે તેમને મદદ કરી શકે. આ સ્થિતિ સાથે તેમણે જાતે જ ડિલ કરવી પડશે. રાજપાલનું આ નિવેદન જેવું સમાચારોમાં આવ્યું, તેમની સ્થિતિ જોઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બેક ટુ બેક સેલેબ્સ રાજપાલની મદદ માટે આગળ આવ્યા. અત્યાર સુધી 14 સેલેબ્સે રાજપાલ યાદવને ફાઇનાન્શિયલ સપોર્ટ આપ્યો છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ઘૂસખોર પંડતના મેકર્સને આપ્યો ઠપકો, ફિલ્મ નિર્માતાને પૂછ્યું - નામ બદલીને શું રાખશો?

આમાં સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઇન્દ્રજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે અને મીકા સિંહના નામ સામેલ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ લોકોને રાજપાલને મદદ કરવા આગળ આવવા અપીલ કરી છે. આખી ઇન્ડસ્ટ્રીને રાજપાલને સપોર્ટ કરીને જોઈને તેમની પત્ની રાધાએ બધાનો આભાર માન્યો છે.

શા માટે જેલ ગયા રાજપાલ યાદવ?

વર્ષ 2012માં રાજપાલ યાદવની એક ફિલ્મ આવી હતી અતા પતા લપતા. આ સમગ્ર મામલો આ ફિલ્મથી શરૂ થયો હતો. તેમણે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તેમની પત્ની ફિલ્મની પ્રોડ્યુસર હતી. રાજપાલ યાદવના દિગ્દર્શનમાં બનેલી પહેલી ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ. આ ફિલ્મને બનાવવા માટે, રાજપાલે 2010માં દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડની લોન લીધી હતી. ફિલ્મની નિષ્ફળતા પછી, રાજપાલને મોટું નુકસાન થયું. તે લોન ચૂકવી શક્યો નહીં. પછી 2018માં આ મામલાએ કાનૂની વળાંક લીધો. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. 5 કરોડની રકમ વ્યાજ સહિત 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને પહેલા પણ બે વખત જેલ જઈ ચૂક્યા છે. છેલ્લે જ્યારે કોર્ટે આપેલ અલ્ટિમેટમ પર તેઓ પૈસા ચૂકવી શક્યા નહીં, તો સરેન્ડર કરવા માટે મજબૂર થયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajpal Yadav in Tihar Jail Rajpal Yadav Bail Hearing Rajpal Yadav 9 cr debt

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ