ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કેટલા ધનવાન હતા પંજાબના જાણીતા કોમેડિયન સ્ટાર જસવિન્દર ભલ્લા? જાણો એક ક્લિકમાં

મનોરંજન / કેટલા ધનવાન હતા પંજાબના જાણીતા કોમેડિયન સ્ટાર જસવિન્દર ભલ્લા? જાણો એક ક્લિકમાં

Published By: Priyankka Triveddi

Last Updated: 10:54 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા કોમેડિયન, એક્ટર, સિંગર જસવિન્દર ભલ્લા (Jaswinder Bhalla) 65 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા ત્યારે તેમના જવાથી પંજાબી ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે ત્યારે ચાલી જાણીએ જસવિન્દર ભલ્લા વિશે અમુક અજાણી વાતો.

ADVERTISEMENT

Jaswinder Bhalla Death: 'કેરી ઓન જટ્ટા' અને ' કાલા કોટ' જેવા ડાયલોગ્સમાં તેમની વકીલની ભૂમિકા માટે જાણીતા પંજાબી અને હાસ્ય અભિનેતા જસવિન્દર ભલ્લાનું આજે 22 ઓગસ્ટ 2025નું નિધન થઈ ગયું છે. તેમને માત્ર તેમણે ભજવેલ પાત્રો માટે જ નહીં પરંતુ કૃષિ વિજ્ઞાનના પ્રોફેસર તરીકે પણ ઘણું સન્માન મળ્યું છે. જસવિન્દર ભલ્લા કૃષિ વિશ્વ વિદ્યાલય લુધિયાણામાં ફેકલ્ટી તરીકે કાર્યરત હતા. તેમણે આ વિષયમાં ઉચ્ચ શિક્ષા મેળવીને પંજાબ કૃષિ વિશ્વ વિદ્યાલયથી PhDની પદવી મેળવી હતી. આ ઉપરાંત પણ તેમણે મનોરંજન જગતમાં તેમનું કરિયર બનાવ્યું હતું.

જસવિન્દર ભલ્લા (Jaswinder Bhalla) ને ચાચા ચટર સિંહના નામે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 4 મે 1960માં થયો હતો. 65 વર્ષની ઉંમરે 22 ઓગસ્ટ 2025 (jaswinder bhalla death) ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. ભલ્લાએ કોમેડી આલ્બમ અને સ્ટેજ પરફોર્મન્સના મધ્યમથી લોકપ્રિયતા મેળવી હતી. કોમેડી સિરીઝ છનકટામાં ચાચા ચતુર સિંહ અને ભાના જેવ કાલ્પનિક કેરેક્ટરથી ઘરે ઘરે ફેમસ થયા હતા. જસવિન્દર ભલ્લા કૃષિ વિશ્વ વિદ્યાલય લુધિયાણામાં પ્રોફેસર હતા અને તે ડીપાર્ટમેન્ટના હેડ પણ રહ્યા હતા. પંજાબ કૃષિ વિભાગમાં 5 વર્ષ કામ કર્યા પછી તેમણે 1989 માં PU માં પ્રવેશ મેળવ્યો. ભલ્લાએ PU માંથી કૃષિ BSc Honors અને Msc ની ડિગ્રી મેળવી ત્યારપછી તેઓ CCS university મેરઠથી પીએચડીની પદવી મેળવી.

જસવિન્દર ભલ્લા પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમની કુલ સંપત્તિ (Jaswinder Bhalla Net Worth) કુલ 87 મિલિયનની આસપાસ છે.

ભલ્લાની ફિલ્મો

જસવિન્દર ભલ્લા એ તેમના ફિલ્મી કરિયરમાં (Jaswinder Bhalla Movie) 1989 માં Dulla Bhatti ફિલ્મથી શરૂઆત કરી. તો 1988 માં ટીવી શો છનકટા થી ડેબ્યૂ કર્યું. તેમણે જાણીતા કોમેડી એક્ટર જસપાલ ભટ્ટી દ્વારા નિર્દેશિત ' માહોલ ઠીક હૈ' (1999) જેવી ફિલ્મોથી પંજાબી સિનેમામાં ઓળખાણ બનાવી.

વધુ વાંચો: કોણ હતા જસવિન્દર ભલ્લા? જેઓ હતા પ્રોફેસર, અને પછી બન્યા કોમેડિયન, જાણો મોતનું કારણ

Vtv App Promotion 2

જસવિન્દર ભલ્લા ફેમિલી

તેમના પિતાજીનું નામ માસ્ટર બહાદુર સિંહ ભલ્લા હતું. જેઓ વ્યવસાયે અધ્યાપક હતા. જસવિન્દરે પરમદીપ ભલ્લા જોડે લગ્ન કર્યા હતા. જેઓ એક ફાઇન આર્ટસ ટીચર છે. તેમના બે બાળકો છે એક દીકરો પુખરાજ ભલ્લા જે પણ એક્ટર છે અને એક દીકરી અર્શદીપ કૌર જેના નૉર્વેમાં લગ્ન થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaswinder Bhalla Jaswinder Bhalla Net Worth Jaswinder Bhalla Death

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ