બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'ધુરંધર'ની સક્સેસ બાદ અક્ષય ખન્નાએ એવું શું કર્યું, કે ભડક્યાં ફિલ્મ એક્ઝિબિટર, કહ્યું 'આ ખોટું'
Last Updated: 01:15 PM, 9 January 2026
ફિલ્મ ધુરંધરની જબરદસ્ત સફળતા અને ફિલ્મમાં અક્ષય ખન્નાના અભિનયના ભારે વખાણ થઈ રહ્યા છે, જે પછી અભિનેતાનું સ્ટારડમ વધી ગયું છે. રહેમાન ડકૈતના પાત્રમાં તેમણે જબરદસ્ત કામ કર્યું છે, જેના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. દરેક લોકો તેમના સ્વેગના ચાહક બની ગયા છે. ત્યારે ફિલ્મ ધુરંધરની સફળતા અક્ષય ખન્નાના માથે ચઢી ગઈ હોય એવું લાગી રહ્યું છે. અહેવાલો પ્રમાણે અભિનેતાએ ફિલ્મ દ્રશ્યમ 3 માટે પોતાની ફી વધારી દીધી છે. તેઓ આ ફિલ્મ માટે 21 કરોડ માંગી રહ્યા હતા. જો કે આ વાતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT

ત્યારે હવે આનું પરિણામ એ આવ્યું કે ફી અને ક્રિએટિવ ડિફરન્સને કારણે અભિનેતાએ ફિલ્મ છોડી દીધી. ધુરંધરની સફળતા પછી અક્ષય કુમારે આ રીતે ફી વધારી દીધી અને ફિલ્મ એક્ઝિબિટર મનોજ દેસાઈને યોગ્ય નથી લાગી રહ્યું. મનોજ દેસાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું - માહિતી મળી કે ધુરંધરની સફળતા પછી અક્ષય ખન્નાજીએ પોતાની ફી વધારી દીધી. જેના કારણે તેઓ ફિલ્મ દ્રશ્યમ 3થી બહાર થઈ ગયા. જે મને લાગે છે કે આવું કરવું જોઈતું ન હતું. જ્યારે પણ કોઈ સ્ટારને સક્સેસ મળે છે - ભલે એ 3-4 મિનિટના ગીત દ્વારા હોય - તેમણે થોડું શાંત રહેવાની અને અટકવાની જરૂર છે. આ મારા વિચાર છે. ચોક્કસપણે અક્ષય પોતે માસ્ટર છે, તેઓ જે ઇચ્છે તે કરી શકે છે.
ADVERTISEMENT

મનોજ દેસાઈનું માનવું છે કે ધુરંધરની સફળતાથી રણવીર સિંહ ટોપ સ્ટાર્સની લિસ્ટમાં આવી ગયા છે. તેઓએ કહ્યું - આવી ફિલ્મોમાં કામ કરીને તમે નંબર-1 બનો છો, તમે કિંગ બનો છો. જો જ્યારે બધુ બરાબર ચાલી રહ્યું છે તો તમારે આગળ પણ યોગ્ય નિર્ણય લેવા પડશે. આગામી ફિલ્મ ઘણી સમજી વિચારીને પસંદ કરવી પડશે. તમારા રોલ જુઓ, વાર્તા જુઓ, ડાયલોગ જુઓ. આ દરેક એક્ટર પર એપ્લાય થાય છે. અત્યારે ધુરંધર આઉટસ્ટેન્ડિંગ છે. એટલા માટે હું આના પર વાત કરી રહ્યો છું.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિજય થલાપતિની ફિલ્મ 'જન નાયગન' કેમ રિલીઝ નહોતી થઇ? જાણો શું હતો વિવાદ
મજોન દેસાઈ પ્રમાણે, ધુરંધરની સફળતા પાછળ અગ્રેસિવ પ્રમોશન અને મ્યુઝિકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓએ કહ્યું - આ એડવર્ટાઇઝિંગની તાકાત છે. જે આવા પ્રમોશનમાં પોતાને ઇન્વેસ્ટ કરે છે, એને રિઝલ્ટ મળે છે. ધુરંધરની ટીમે ઘણી મહેનત કરી. ખાસ કરીને યુટ્યુબ પર અક્ષય ખન્નાનું ગીત ઘણું હિટ થયું. મનોજ દેસાઈએ જણાવ્યું કે તેમણે હજુ સુધી ધુરંધર નથી જોઈ. ઉલ્લેખનીય છે કે ધુરંધર ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. તેને વર્લ્ડવાઇડ માર્કેટમાં 1200 કરોડથી વધારે બિઝનેસ કરી લીધો છે. ફિલ્મની સક્સેસથી આખી સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર આદિત્ય ધર ખુશ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.