બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રિલીઝ પહેલા જ રણવીર સિંહની ફિલ્મ નીકળી 'ધુરંધર', તોડ્યો 17 વર્ષનો આ રેકોર્ડ
Last Updated: 10:38 AM, 4 December 2025
બોલિવૂડનો પાવરહાઉસ રણવીર સિંહ બે વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. તેની મોસ્ટઅવેઇટેડ ફિલ્મ 'ધુરંધર' આવતીકાલે 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફાઇલ તેની રિલીઝ પહેલા જ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ધુરંધર 17 વર્ષમાં બોલિવૂડની સૌથી લાંબી રિલીઝ બની ગઈ છે.
ADVERTISEMENT
સત્તર વર્ષ પહેલાં, ઋતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોધા અકબર બોલિવૂડની સૌથી લાંબી ફિલ્મોનીની લિસ્ટમાં સામેલ થઈ હતી. ત્યારે હવે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આની સાથે જ આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ એક્શન ડ્રામા ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા 'A' (એડલ્ટ્સ ઓન્લી એટલ ke ફક્ત પુખ્ત વયના લોકો માટે) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. રણવીર સિંહની કારકિર્દીની આ પહેલી 'A' સર્ટિફિકેટ ફિલ્મ છે.

ADVERTISEMENT
જણાવી દઈએ કે ધુરંધર એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનો રન ટાઇમ 214 મિનિટ એટલે કે 3 કલાક 34 મિનિટ છે, જેને 2008માં આવેલી આશુતોષ ગોવારિકરની ફિલ્મ જોધા-અકબરને પાછળ છોડી દીધી છે. જોધા-અકબરનો રન ટાઇમ 213 મિનિટ એટલે કે 3 કલાક 33 મિનિટ હતો.
ADVERTISEMENT
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપ્યું છે, જે રણવીર સિંહની કારકિર્દીમાં પહેલું 'A' સર્ટિફિકેટ છે. બોર્ડના જણાવ્યા મુજબ, સર્ટિફિકેટ આપતા પહેલા ફિલ્મમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ફિલ્મમાં શરૂઆતમાં કેટલાક વધુ પડતા હિંસક વિઝ્યુઅલ્સ બદલવામાં આવ્યા, સેકન્ડ હાફમાં કેટલાક ઇન્ટેન્સ શોટ્સ હટાવવામાં આવ્યા, એક કેરેક્ટરનું નામ બદલવાનો નિર્દેશ, એક ગાળ મ્યૂટ કરવામાં આવી, ડ્રગ્સ સાથે જોડાયેલા સીન્સમાં એન્ટિ-ડ્રગ ડિસ્ક્લેમર લગાવવામાં આવ્યું. રસપ્રદ વાત એ છે કે, આ ફેરફારો કરવા છતાં, ફિલ્મની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફિલ્મના રિલીઝ થતાં પહેલા એક કાનૂની અવરોધ પણ આવ્યો, જ્યારે સ્વર્ગીય મેજર મોહિત શર્માના માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ફિલ્મની વાર્તા તેમના પુત્રના જીવન સાથે મળતી આવે છે. જોકે, દિગ્દર્શક આદિત્ય ધરે સ્પષ્ટતા કરી કે આ ફિલ્મ કાલ્પનિક છે. CBFCએ તેની સમીક્ષા પછી એ પણ સ્પષ્ટતા કરી કે આ ફિલ્મ કાલ્પનિક છે અને મેજર શર્માના જીવન સાથે કોઈ સામ્યતા ધરાવતી નથી. બોર્ડે એમ પણ કહ્યું કે ફિલ્મને આર્મી દ્વારા વધારાની સમીક્ષાની જરૂર નથી.
આ પણ વાંચો: PHOTOS : જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ફ્લોન્ટ કર્યું ફિગર, વધારી દીધુ ઈન્ટરનેટનું તાપમાન
ADVERTISEMENT
રણવીર સિંહ ઉપરાંત, આ એક્શન ડ્રામામાં સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા એક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મ બે વર્ષ પછી રણવીરની સિનેમાઘરોમાં વાપસી પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.