બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'ધુરંધર'માં અક્ષય ખન્નાની એક્ટિંગથી ખુશ સ્મૃતિ ઇરાની, કરી દીધી Oscarની ડિમાન્ડ
Last Updated: 01:53 PM, 16 December 2025
Smriti Irani on Akshay Khanna: એ વાત તો છે જ કે Dhurandhar ધીમે ને ધીમે વધુ દર્શકોને જકડી રહી છે. આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે એટલું જ નહીં પણ સાથે સાથે આ ફિલ્મમાં અક્ષય ખન્નાના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. અક્ષયની સ્ક્રીન પ્રેઝન્સ હોય કે તેની ડાયલોગ ડિલિવરી એક એક સીન લોકોની તારીફ લઈ જાય છે. ત્યાં સુધી કે જે સીનમાં અક્ષય માત્ર એક લુક આપે છે તેના પર પણ થિયેટર્સમાં સિટીઓ વગાડી રહ્યા છે. આ વચ્ચે અક્ષય ખન્નાના ફેનમાં એક વ્યક્તિનો ઉમેરો થયો છે અને તે છે ભાજપ નેતા અને એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની. અક્ષયનું કામ જોઈને સ્મૃતિએ તેના સોશિયલ મીડિયા પર એક appreciation પોસ્ટ કરી છે જેમાં તેણે ટીમના તો વખાણ કર્યા જ છે પણ સાથે લખ્યું છે કે " યાર કોઈ અક્ષય ખન્નાને હવે ઓસ્કાર આપી જ દો."
ADVERTISEMENT
Came to watch Dhurandhar and Akshay Khanna's performance is highly highly commendable.
— Anushka (@Anushqq) December 7, 2025
Fabbb it is!! pic.twitter.com/zOgJs1drFT
ધુરંધર બોક્સ ઓફિસ પર ચાંદી નહીં પણ હવે તો સોનાનો વરસાદ કરી રહી છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મએ બોક્સ ઓફિસનું આખું ગણિત બદલી નાખ્યું છે. ફિલ્મ તો બોકોસ ઓફિસ પર ધડાધડ નોટ છાપી જ રાઈ છે પણ સાથે ફિલ્મના કેરેક્ટર્સના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. એટલે સુધી કે રહેમાન ડકૈતના પાત્ર માટે અક્ષય ખન્નાને ઓસ્કાર એવોર્ડ મળે તેવી પણ માંગ ઉઠી છે.
ADVERTISEMENT
ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાની એક્ટિંગના લોકો ફેન થઈ ગયા છે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. અક્ષયની સ્ક્રીન પ્રેઝન્સ હોય કે તેની ડાયલોગ ડિલિવરી એક એક સીન લોકોની તારીફ લઈ જાય છે. ત્યાં સુધી કે જે સીનમાં અક્ષય માત્ર એક લુક આપે છે તેના પર પણ થિયેટર્સમાં સિટીઓ વગાડી રહ્યા છે. આખું બૉલીવુડ અક્ષય ખન્નાના વખાણ કરી રહ્યું છે ત્યાં સુધી કે અક્ષય ખન્નાને ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ એવી પણ માંગણી થઈ રહી છે. અને હવે અક્ષયને ઓસ્કાર આપવાની વાત કરી રહી છે સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાનીએ અક્ષય ખન્નાની વર્ષ 2010 માં આ ફિલ્મ " તીસ માર ખાન' ની એક ક્લિપ શેર કરી છે જે હાલ ઘણી વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં અક્ષય કુમાર ફિલ્મમાં એક્ટરનો જ રોલ કરનાર અક્ષય ખન્નાને ઓસ્કાર દેવાની વાત કરે છે. હલિન્ટરનેટ પર આ ક્લિપ ઘણી ચર્ચામાં છે, આ ને શેર કરીને સ્મૃતિએ લખ્યું છે કે " જ્યારે અક્ષય ખન્નાએ તમામ ઉમ્મીદોને પાર કરી લીધી હોય અને તમે પણ બૂમો પાડવા માંગો .. તો આપી દો ઓસ્કાર"
ADVERTISEMENT

ADVERTISEMENT
જો કે સ્મૃતિ ઈરાનીએ માત્ર અક્ષય ખન્નાના જ વખાણ નથી કર્યા પણ તેણે જ્યારથી ધુરંધર ફિલ્મની ચર્ચા થઈ રહી છે ત્યારથી તે સતત પોસ્ટ કરી રહી છે અને આ ફિલ્મના વખાણ કરી રહી છે. ફિલ્મની આખી ટીમ માટે તેણે ખાસ પોસ્ટ મૂકી છે જેમાં ડિરેક્ટર આદિત્ય ધરથી લઈને રણવીર સિંહ, આર માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ, રાકેશ અને સારા અર્જુનના પણ વખાણ કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

જો કે સ્મૃતિ ઈરાની પહેલા ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ અક્ષય ખન્નાને ઓસ્કાર આપવાની વાત કરી ચૂકી છે. એ ઉપરાંત પણ ઘણા સ્ટાર્સ અક્ષયના વખાણ કરી રહે છે. વાત કરીએ ફિલ્મની તો તેની વર્લ્ડ વાઈડ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે અને ઈન્ડિયામાં ફિલ્મ 400 કરોડને પહોંચાવની તૈયારીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.