ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg Bossમાં એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ, સલમાનના શોમાં રેસલર અંડરટેકરની એન્ટ્રી!

મનોરંજન / Bigg Bossમાં એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ, સલમાનના શોમાં રેસલર અંડરટેકરની એન્ટ્રી!

Published By: Ajit Jadeja

Last Updated: 05:25 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bigg Boss: સલમાન ખાનના શો બિગ બોસ પર સૌની નજર છે. દર વર્ષની જેમ 2025 માં પણ સલમાન ખાનનો શો બિગ બોસ ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

ADVERTISEMENT

Bigg Boss: સલમાન ખાનના શો બિગ બોસ પર સૌની નજર છે. દર વર્ષની જેમ 2025 માં પણ સલમાન ખાનનો શો બિગ બોસ ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બિગબોસના આગામી શોમાં કોણ કંટેસ્ટેટ્સ જોવા મળશે તે સૌ કોઇ જાણવા ઉત્સુક છે. આ શોના અંતિમ સ્પર્ધકોની યાદી પણ આવી છે.

Undertaker in Bigg Boss TV Show: સલમાન ખાનના શો બિગ બોસ. આ શોના અંતિમ સ્પર્ધકોની યાદી પણ આવી છે. પરંતુ હજુ પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી વિશે ઘણા અહેવાલો આવી રહ્યા છે. હવે એક સમાચાર આવ્યા છે જે મુજબ સલમાન ખાનના શો માટે દિગ્ગજ WWE રેસલર અંડરટેકરને અપ્રોચ કરાયો છે.

Undertaker-and-salman-khan

બિગ બોસ 19 ટૂંક સમયમાં ઓન એર થવા જઈ રહ્યો છે. આ વખતે શોમાં કયા સ્પર્ધકો આવશે તે અંગે શંકા હતી, જે હવે દૂર થઈ ગઈ છે. સલમાન ખાનના આ શોના તમામ સ્પર્ધકોના નામ બહાર આવી ગયા છે. આ વર્ષે બિગ બોસના ઘરમાં કુલ 18 સ્પર્ધકોને એન્ટ્રી મળશે. પરંતુ અત્યાર સુધી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. હવે એવા અહેવાલો છે કે રેસલર અંડરટેકર પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે સલમાન ખાનના આ શોમાં જોડાઈ શકે છે.

salman-khan

શું અંડરટેકર બિગ બોસ 19નો ભાગ બનશે?

પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે બોક્સર માઇક ટાયસન સલમાન ખાનના શો બિગ બોસનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ અંગે 60 ટકા પુષ્ટિ પણ થઈ રહી છે. હવે WWE દુનિયાના સરતાજ અને રિંગના માસ્ટર અંડરટેકર શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. શોમાં તેના દેખાવ અંગે અહેવાલો છે.

vtv app add

એક મીડિયા અહેવાલ મુજબ અંડરટેકર એક અઠવાડિયા માટે આ શોમાં જોવા મળી શકે છે. તે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે શોનો ભાગ બની શકે છે. ચાહકો સલમાન ખાન અને અંડરટેકરને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અંડરટેકર આ શો માટે ભારે ફી વસૂલવા જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ મનોરંજન / કેટલા ધનવાન હતા પંજાબના જાણીતા કોમેડિયન સ્ટાર જસવિન્દર ભલ્લા? જાણો એક ક્લિકમાં

ધ ગ્રેટ ખલીએ કેટલી ફી લીધી?

એવું માનવામાં આવે છે કે અગાઉ જ્યારે ધ ગ્રેટ ખલી શોમાં આવ્યો હતો, ત્યારે તેને દર અઠવાડિયે 50 લાખ રૂપિયા મળતા હતા. તેને ઘણો સમય થઈ ગયો છે. અને અંડરટેકરનો સ્વભાવ પણ અલગ છે. આવી સ્થિતિમાં તે શોનો ભાગ બને છે, તો તે બિગ બોસના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Bigg Boss 19 Undertaker

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ