બ્રેકિંગ ન્યુઝ
યુટ્યુબર અને બિગ બોસ OTTના વિનર એલ્વિશ યાદવની મુસીબતો હજુ ઓછી થતી દેખાતી નથી. નોઈડા પોલીસે હવે એલ્વિશ અને તેના સાથી વિનય અને ઈશ્વરના મોબાઈલ ફોન ગાઝિયાબાદના નિવાનીમાં ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપ્યા છે.
ADVERTISEMENT

એવું કહેવાય રહ્યું છે કે ત્રણેયએ મોબાઈલ ફોનમાંથી કેટલોક ડેટા ડિલીટ કર્યો છે, જે આ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેટ્સ સિવાય તેણે ઘણા ફોટા અને વીડિયો પણ ડિલીટ કર્યા છે. એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીનું આયોજન કરવાનો અને તેમાં સાપનું ઝેર પંહોચાડવાનો આરોપ છે. માનવામાં આવી રહ્યું છે કે એકવાર ફોનનો ડેટા રિકવર થઈ જશે તો એલ્વિશ સહિત તમામ આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે.
ADVERTISEMENT
ગયા વર્ષે પીપલ્સ ફોર એનિમલ્સ (PFA) સંસ્થાના અધિકારીએ સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ યાદવ અને તેના સાથીઓ પર સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. સંસ્થાના સભ્યએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં નવ સાપ અને 20 મિલી સાપનું ઝેર પાંચ સ્નેક ચાર્મર્સ સાથે મળી આવ્યું હતું. એ બાદ દરેકને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
જાણીતું છે કે પોલીસે એલ્વિશ યાદવને માર્ચમાં નોટિસ પાઠવી હતી અને તેને પૂછપરછ માટે ફરીથી બોલાવ્યો હતો. પૂછપરછ બાદ તેને નોઈડાથી ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે 5 દિવસ જેલમાં રહ્યો હતો, જોકે હોળી પહેલા તેને જામીન મળી ગયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એલ્વિશ દ્વારા સાપના ઝેરની પાર્ટી માટે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનું સર્વર ચીનમાં છે. જો કે પોલીસ અધિકારીઓ હજુ પણ આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપવાનો ઈન્કાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
નોઈડા પોલીસે એલ્વિશ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીના મોબાઈલ ફોનમાં સાપની દાણચોરી અને રેવ પાર્ટી સાથે જોડાયેલા ઘણા ફોટા, વીડિયો અને ચેટ્સ છે. મોબાઈલ ડેટા રિકવર થયા બાદ પોલીસ ફરી તેના પર એક્શન લેશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.