44 બિલિયન ડોલર્સમાં ટ્વિટર ખરીદ્યા બાદ હવે એલન મસ્કે Tweet કરીને સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડ Coca cola ખરીદી લેવાની જાણકારી આપી છે. જેના કારણે બિઝનેસ જગતમાં ખળભળાટ મચ્યો છે.
ટ્વિટર ખરીદ્યા બાદ મસ્કનો નવો પ્લાન
ટ્વિટ કરીને કરી કોકો કોલા ખરીદવાની વાત
થોડા દિવસ પહેલા 44 બિલિયન ડોલર્સમાં ટ્વિટર ખરીદી લીધું
એલન મસ્ક આજકાલ ઘણી ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ તેમણે ટ્વિટર ખરીદ્યું હતું, જે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંની એક છે. ઈલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલર્સમાં ખરીદ્યું છે. જો કે એલોન મસ્કે તેના થોડા સમય પહેલા ટ્વિટરમાં 9% હિસ્સો ખરીદ્યો હતો. હવે એલોન મસ્કે Twitter Inc માં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. ટ્વિટર ખરીદ્યા પછી, એલન મસ્કનું એક નવું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલા ખરીદવાની વાત કરી છે.
આ ટ્વિટને કારણે ફરી ચર્ચામાં
ઈલોન મસ્કે 28 એપ્રિલની સવારે ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતું, જેને લઈને ઘણી ચર્ચા થઈ રહ્યો છે. મસ્કે ટ્વિટ કર્યું, 'હવે હું કોકા-કોલા ખરીદીશ જેથી હું કોકેઈન ઉમેરી શકું.' માત્ર અડધા કલાકમાં આ ટ્વીટને 7 લાખથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી ચુકી છે.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
કોકા કોલાનું નામ કેવી રીતે પડ્યું?
કોકા કોલા એ ખૂબ જ લોકપ્રિય સોફ્ટ ડ્રિંક પ્રોડક્ટ છે. તે સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિય પીણું છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, આજે લોકો જે કોકા કોલા અત્યારે ખૂબ જ ઉત્સાહથી પીવે છે તે વાસ્તવમાં કોકાના પાંદડામાંથી બનેલું પીણું હતું. જે હળવો નશો પણ કરાવતું હતું. તેથી જ તેને કોકા-કોલા નામ મળ્યું. જો કે, 1906 પછી કંપનીએ કોકેઈનને પાંદડામાંથી અલગ કરવાનું શરૂ કર્યું અને પછી તેનો પીણા તરીકે ઉપયોગ કર્યો.
કોણ છે એલોન મસ્ક?
એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે. તેઓ ટેસ્લા કંપનીના સીઈઓ છે. હવે તે ટ્વિટરના માલિક પણ છે. એલનન મસ્ક SpaceX ના સ્થાપક પણ છે. મસ્કની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટાઇમ મેગેઝિને તેને પર્સન ઑફ ધ યર તરીકે પસંદ કર્યા છે. મસ્ક આખી દુનિયામાં અમેરિકન બિઝનેસમેન તરીકે જાણીતા છે. મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેની માતા કેનેડાની છે જ્યારે પિતા દક્ષિણ આફ્રિકાના છે. મસ્ક Tesla ઇલેક્ટ્રિક કાર કંપનીના CEO પણ છે.