બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / electricity was deliberately cut twice while screening of the bastar naxal story in jnu

મનોરંજન / JNUમાં દેખાડાઇ 'Bastar-The Naxal Story', દરમ્યાન એવું શું બન્યું કે મચ્યો હોબાળો

Arohi

Last Updated: 10:31 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bastar-The Naxal Story: 'બસ્તર-ધ-નક્સલ સ્ટોરી'ની રિલીઝ હવે નજીક છે. તેની રિલીઝથી બે દિવસ પહેલા જ જેએનયુમાં ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવી. આ સમયે ફિલ્મની સ્ક્રીનિંગમાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જાણો શું છે સમગ્ર મામલો.

વિપુલ અમૃતલાલા શાહ 'ધ કેરળ સ્ટોરી'ની સફળતા બાદ વધુ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ 'બસ્તર-ધ-નક્સલ સ્ટોરી' છે. આ ફિલ્મ પણ રિયલ ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મની રિલીઝમાં એક જ દિવસ બાકી છે. 

મેકર્સ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા છે. તેઓ થોડા દિવસો પહેલા જવાહરલાલા નહેરૂ વિશ્વવિદ્યાલયમાં પહોંચ્યા. જ્યાં ફિલ્મની ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ક્રીનિંગની વચ્ચે જ અમુક અસામાજીક તત્વોએ અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. સ્ક્રિનિંગમાં પાવર કટ કરવામાં આવ્યો. 

બે વખત કરવામાં આવ્યો પાવર કટ 
જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયમાં રાષ્ટ્રીય કલા મંચ દ્વારા Bastar-The Naxal Story ફિલ્મની પ્રી રિલીઝ સ્ક્રીનિંગ બુધવારે રાખવામાં આવી હતી. આ ખાસ સ્ક્રીનિંગ માટે ફિલ્મની ટીમ પહોંચી હતી. સ્ક્રીનિંગ વખતે ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેન પોતે પણ હાજર રહ્યા હતા. 

ફિલ્મમાં દેશમાં માઓવાદી આતંકથી ગ્રસ્ત એક છત્તીગઢના બસ્તરની સ્ટોરી બતાવવામાં આવી છે. સ્ક્રીનિંગ આયોજિત કરનાર વિદ્યાર્થીનું કહેવું છે કે આ સમયે ઘણી વખત અસામાજીક તત્વોએ જેએનયુ પ્રશાસન દ્વારા વિજળી કટકરવાનો પ્રયત્ન કર્યો બે વખત વિજળી કટ પણ કરવામાં આવી પરંતુ વિદ્યાર્થીઓએ ફિલ્મની આખી સ્ક્રીનિંગ જોઈ. 

વધુ વાંચો: અજય-માધવનની ફિલ્મ 'શૈતાન'નો બોક્સ ઓફિસ પર દબદબો, છઠ્ઠા દિવસે કરી આટલી કમાણી

વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ 
રાષ્ટ્રીય કલા મંચના સંયોજક ગૌરવે જણાવ્યું કે જેએનયુના વિદ્યાર્થીને આ ફિલ્મ ખૂબ જ સારી લાગી. આ ફિલ્મ બતાવવાનો ઉદ્દેશ્ય વામપંથીઓની હકીકતને વિદ્યાર્થીઓના મધ્યથી ઉજાગર કરવાનો છે. જેએનયુમાં તેનું મહત્વ વધારે વધી જાય છે કારણ કે મુઠ્ઠી ભર વામપંથીઓ દ્વારા જેએનયુના વિદ્યાર્થીઓને પણ ઘણી વખત દિગ્ભ્રમિત અને હેરાન કરવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ