બ્રેકિંગ ન્યુઝ
VTV / Electric scooter tvs motors ather ampere reduced rates
ADVERTISEMENT
સરકાર તરફથી FAME-II યોજનામાં ફેરફાર થયા બાદ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીઓએ રેટ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. દેશની અગ્રણી ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદન કંપનીઓ TVS મોટર્સ અને Ather Energyએ તેમના ઇ-સ્કૂટર્સની કિંમતો ઘટાડી છે. Ampere કંપનીએ પણ તેના બે સ્કૂટરના રેટમાં ઘટાડો કર્યો છે. સરકારના આ પગલાંનો લાભ તે ગ્રાહકો મેળવી શકશે જેઓ નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદશે.
FAME-II યોજના અંતર્ગત સરકારે સબસિડીમાં કર્યો વધારો
કેન્દ્ર સરકારે FAME-II (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India)યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરસ પરની સબસિડીમાં 50 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક ઉત્પાદકો માટેની સબસિડીને, વાહન દીઠ KWH 10,000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ઈંસેંટિવ 40 ટકા કરવામાં આવ્યું છે, જે અગાઉ 20 ટકા હતું.
ADVERTISEMENT

TVS મોટર iQubeના રેટમાં થયો ઘટાડો
FAME-II યોજનામાં મળતી સબસિડી બાદ, ટીવીએસ મોટરએ iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ ઘટાડ્યા છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના રેટમાં 11,250 રૂપિયાની ઘટાડો કર્યો છે. ફેરફાર થયેલ iQubeના લેટેસ્ટ વર્ઝનની કિંમત દિલ્હીમાં 100,777 રૂપિયા અને બેંગ્લોરમાં 110,506 રૂપિયા છે. અગાઉ તેની કિંમત દિલ્હીમાં 112,027 અને બેંગ્લોરમાં 121,756 રૂપિયા હતી.
ADVERTISEMENT

Ather 450X ઇલેક્ટ્રિક સ્કૂટર પણ થયું સસ્તું
બેંગલુરુમાં સ્થિત ઇલેક્ટ્રિક વાહન કંપની Ather Energyએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર Ather450X ની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ આ સ્કૂટરની કિંમતમાં લગભગ 14,500 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટાડો થયા બાદ બેંગ્લોરમાં Ather 450Xની નવી કિંમત એક્સ શો રૂમમાં 1,44,500 રૂપિયા છે. જ્યારે દિલ્હીમાં તેની કિંમત 1,32,426 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે બેંગ્લોરમાં 450 Plus ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત એક્સ શો રૂમમાં 1,25,490 રૂપિયા છે, જ્યારે દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1,33,416 રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT

Okinawa Autotechએ પણ ઘટાડ્યા ભાવ
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Okinawa Autotech દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું કે તેણે તેના તમામ પ્રોડક્ટસના પોર્ટફોલિયોમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ઇ-સ્કૂટર્સના 7,209 રૂપિયાથી લઈને 17,892 રૂપિયા સુધીનો ઘટોડો કર્યો છે. ભાવમાં આ ઘટાડો તાજેતરમાં જ FAME-II પૉલિસી બાદ કરવામાં આવ્યો છે. કંપનીના Praise ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટીને 99,708 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1,17,600 રૂપિયા હતી. જ્યારે Praise Pro ઇલેક્ટ્રિક સ્કૂટરનો નવો ભાવ ઘટીને 76,8488 થયો ગયો છે. જે અગાઉ 84,79595 રૂપિયા હતો.
ADVERTISEMENT

Magnus અને Zealની કિંમતોમાં પણ થયો ઘટાડો
Ampere કંપનીએ તેના બે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ Magnus અને Zealના ભાવ પણ 9000 રૂપિયા સુધી ઘટાડ્યા છે. દિલ્હીમાં એક્સ શોરૂમમાં Ampere Zealની નવી કિંમત ઘટીને 59,990 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે Magnusની નવી કિંમત ઘટીને 65,990 રૂપિયા થઈ ગઈ છે. આ કિંમતો ફક્ત 30 જૂન સુધી લાગુ રહેશે. અને ભવિષ્યમાં તે કિંમતોમાં ફેરફાર પણ થઈ શકાય છે. Ampere કંપનીનો દાવો છે કે Magnus સ્કૂટર એક જ ચાર્જમાં 84 કિમી અને Zeal સ્કૂટર 87 કિમીની રેન્જ આપશે. (Photo Source: From Official Website)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.