ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / election commission issues an advisory to congress mp rahul gandhi statements on pm modi
Last Updated: 07:42 PM, 6 March 2024
ADVERTISEMENT
ચૂંટણી આયોગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને એડવાઈઝરી જાહેર કરી છે. રાહુલ ગાંધીને નિવેદન આપવા બાબતે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી આયોગે પ્રધાનમંત્રી માટે આપવામાં આવેલ નિવેદન બાબતે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચારણાં કર્યા પછી રાહુલ ગાંધીને નિવેદન આપવા બાબતે સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 'પનોતી' અને 'ખિસ્સાકાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાબતે ચૂંટણી આયોગે એડવાઈઝરી જાહેર કરી છે. ભાજપે ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી, જેના આધાર પર સંજ્ઞાન લેતા ચૂંટણી આયોગે રાહુલ ગાંધીને 23 નવેમ્બર 2023ના રોજ કારણ બતાવો નોટીસ જાહેર કરી હતી. આ બાબતે રાહુલ ગાંધીએ જવાબ આપ્યા પછી એડવાઈઝરી જાહેર કરી છે.
ચૂંટણી આયોગે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારક અને રાજનૈતિક નેતાઓ માટે જાહેર કરેલ એડવાઈઝરીનું યોગ્ય પ્રકારે પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ વર્ષે ચૂંટણી આયોગે 1 માર્ચના રોજ એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી આપી હતી કે, આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે સ્ટાર પ્રચારક અને ઉમેદવારને અગાઉ નોટીસ આપી હતી તેઓ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: પૂર્વ સાંસદ ધનંજય સિંહને 7 વર્ષની સજા, અપહરણ ખંડણીનો કેસ, નહીં લડી શકે લોકસભા ચૂંટણી
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 'પનોતી' અને 'ખિસ્સાકાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાબતે ચૂંટણી આયોગ ગયા વર્ષે રાહુલ ગાંધીને નોટીસ જાહેર કરી હતી. આ પ્રકારના નિવેદન બાબતે દિલ્હી હાઈકોર્ટે 21 ડિસેમ્બરના રોજ જાહેર કરેલ નોટીસ બાબતે નિર્ણય લેવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ