કોરોના મહામારી ચેપી હોવાથી રાજ્યના શિક્ષણ કાર્યને બંધ રાખવામાં છે. તેવામાં 18 મેથી ચોથા તબક્કાનું લૉકડાઉન લાગૂ થશે. ત્યારે કોરોનાની સ્થિતી વચ્ચે શિક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં જૂન માસમાં શાળાઓ ન ખૂલે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
કોરોના વાયરસને સમગ્ર દેશ અને રાજ્યમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે માર્ચના મધ્યભાગથી જ શાળા અને કોલેજો બંધ છે. શિક્ષકોને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપવા કહેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ હજુ જૂન માસમાં પણ શાળા ન ખૂલે તેવી શક્યતાઓ સામે આવી રહી છે.
રાજ્ય સરકારના સિનિયર મંત્રીએ આ સંકેત આપ્યા છે. વિદ્યાર્થીઓ એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ વધવાનો ભય છે. અગાઉ જૂનમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે નવી પદ્ધતિ પર વિચારણા કરાઇ રહી છે.
આવતીકાલે 12 સાયન્સનું પરિણામ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહરે કરવામાં આવશે. રાજ્યના 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જાણી શકશે. જોકે માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ મેળવવાની અલગથી તારીખો જાહેર થશે.
CBSE બોર્ડની પરીક્ષાની નવી તારીખોની આજે જાહેરાત નથી થઇ
કોરોનાની મહામારીને કારણે CBSE બોર્ડની પરીક્ષા ટળી હતી. ત્યારે CBSE બોર્ડની પરીક્ષાની નવી તારીખોની આજે જાહેરાત નથી થઇ. 18 મેએ ધોરણ 10 અને 12ના બાકીની પરીક્ષાઓની જાહેરાત થશે. બાકીની પરીક્ષાઓની જાહેરાત CBSE બોર્ડ કરશે.