બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Education Minister Bhupendrasinh Chudasama's big announcement
ADVERTISEMENT
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા શિક્ષકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. કે શિક્ષકોએ 8 કલાક સુધી ફરજિયાત કામ કરવું પડશે.
ADVERTISEMENT
શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
જોકે આ પરિપત્ર જાહેર કરાયા બાદ શિક્ષકો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથેજ શિક્ષકોએ તે પરિપત્રને રદ કરવા માટે માગ કરી હતી. જેથી શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો જેમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં એવું નિવેદન આપ્યું છે કે શિક્ષકોની ફરજનો સમય એટલોજ રહેશે જેટલો પહેલા હતો.
ADVERTISEMENT
શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો
હવે પ્રાથમિક શાળાઓનો સમયે એજ રહેશે જે પહેલા રાખવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના પ્રાથમિક વિભાગના શિક્ષકોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા શિક્ષણ વિભાગે ફરજિયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવા અને અઠવાડિયાના 45 કલાક ભરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભારે વિરોધ બાદ પરિપત્ર રદ કરાયો
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાથેજ તે લોકોઓ આ મુદ્દે વિરોધ કર્યો હતો. જેથી શિક્ષણમંત્રી દ્વારા નવા નિયમો રદ કરીને જુના નિયમો પાછા લાગું કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.