ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / education department take some importent dicission

મોટા સમાચાર / VTV NEWSના અહેવાલની અસર, શિક્ષણ વિભાગે તાબડતોબ લીધા આ નિર્ણય

Published By: Ronak

Last Updated: 12:17 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓના વર્ગખંડો શરૂ કરવાને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા તેમણે ઉલ્લેખ કર્યો, કે ઓફલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે મરજીચાત રહેશે,

ADVERTISEMENT

  • ઓફલાઈન શિક્ષણ મામલે સરકારનો પરિપત્ર જાહેર 
  • ઓફલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે મરજીયાત 
  • 50 ટકા કેપેસીટી સાથે વર્ગખંડો થશે શરૂ 

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વર્ગો શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જે મામલે VTV NEWS દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેની અસર સામે આવી છે. સરકારે ધોરણ12ના વર્ગો શરૂ કરવા પરિપત્ર જાહેર કર્યો છે. જેમા સરકારે ઓફલાઈન શિક્ષણ મુદ્દે ગાઈડલાઈન જાહેર કરી છે.

શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત 

સરકારે જે પરિપત્ર જાહેર કર્યો તેમા તેમણે ઉલ્લેખ કર્યો છે, કે 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવી શકાશે. ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ મરજીયાત રહેશે. એટેલે કે જે વિદ્યાર્થી શાળાએ ન આવી શકે તેના માટે ઓનલાઈન શિક્ષણની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. જોકે ઓફલાઈન શિક્ષણ માટે વાલીની સહમતિ જરૂરી રહેશે.

સોશિયલ ડિસટન્સ જરૂરી 

શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત માત્રામા સામાજિક અંતર જાળવવું પણ જરૂરી રહેશે. તેમજ દરેક વર્ગખંડને યોગ્ય સમયે સેનેટાઈઝ પણ કરવા પડશે. શાળામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે માસ્ક ફરજિયાત રહેશે. ઉપરાંત શાળામાં પર્યાપ્ત માત્રામાં હેન્ડવોશ પણ રાખવું પડશે. જોકે ઓફલાઈન શિક્ષણમાં વાલીની સહમતી પણ જરૂરી રહેશે. 

VTV NEWSના અહેવાલની અસર 

ઉલ્લેખનીય છે  કે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વર્ગખંડો શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. પરતું VTV NEWSના અહેવાલ બાદ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જેમા ઓફલાઈન શિક્ષણનો પણ ઉલ્લેખ કરાયો સાથેજ વિદ્યાર્થીઓની હાજરીને પણ મરજીયાત કરવામાં આવી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat offline education online education ઓનલાઈન શિક્ષણ ઓફલાઈન શિક્ષણ ગુજરાત ધોરણ 12 Big News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ