Educated unemployed Gujarat Government's important decision
નોકરી /
શિક્ષિત બેરોજગાર માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Team VTV11:52 AM, 12 May 19
| Updated: 12:13 PM, 12 May 19
રાજ્યના શિક્ષિત બેરોજગાર માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકાર એક વર્ષમાં 35 હજાર ભરતી કરવાની જાહેરાત કરી છે. હાલ રાજ્યમાં કુલ કુલ 4.16 લાખ શિક્ષિત બેરોજગાર છે જેમાંથી અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 48,960 છે.

ત્યારે આગામી 2020 સુધીમાં વર્ગ 1થી 3 સુધીની ખાલી જગ્યા ભરી દેવામાં આવશે. રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં 1.18 લાખ ભરતી કરી છે. જો કે રાજ્ય સરકારે 2014માં 10 વર્ષનુ ભરતી કેલેન્ડર બહાર પાડ્યુ હતું. ત્યારે 2018 સુધી રાજ્ય સરકારે 50 ટકા જગ્યા પણ ભરાઇ નથી.
કુલ શિક્ષિત બેરોજગાર 4.16 લાખ, 5 વર્ષમાં 1.18 લાખ ભરતી
શિક્ષિત બેરોજગાર માટે ખુશીના સમાચાર: રાજ્ય સરકાર એક વર્ષમાં 35 હજાર ભરતી કરાશે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2019