બ્રેકિંગ ન્યુઝ
Intern
Last Updated: 06:45 PM, 21 August 2020
ADVERTISEMENT
કોરોના સંકટની વચ્ચે ચૂંટણી પંચે બિહારની ચૂંટણી માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા હેઠળ ચૂંટણી પંચે કહ્યું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે નોમિનેશન ઓનલાઇન ફાઇલ કરવામાં આવશે. ઉપરાંત, ચૂંટણી દરમિયાન કોરોના ટાળવા માટે ઘણા નિયમોનું પાલન કરવું પડશે.
ઓનલાઈન નામાંકન અને ઓનલાઈન ડિપોઝીટ
ADVERTISEMENT
ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે માર્ગદર્શિકા બહાર પાડીને કહ્યું છે કે આ વખતે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના આવેદન ઓનલાઈન જમા થશે, સાથે જ ચૂંટણી માટેની ડિપોઝીટ પણ ઓનલાઈન જમા થશે. આ બંને વસ્તુઓ પ્રથમ વાર થવા જઈ રહી છે જેમાં નામાંકન અને ડિપોઝીટ ઓનલાઈન થઈ શકશે.
ઉમેદવાર સાથે 5 લોકોને ડોર ટૂ ડોર પ્રચાર માટે મંજુરી
આવી જ રીતે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, વધુમાં વધુ પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચાર માટેના ઉમેદવાર સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. જયારે ચૂંટણી પંચે કહ્યું છે કે ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર જાહેર સભાઓ અને રોડ શોની મંજૂરી આપવામાં આવશે.
ચૂંટણી દરમિયાન કરાશે પ્રોટેક્ટિવ ગીઅર્સનો ઉપયોગ
ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાનું પણ કહ્યું છે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફેસ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ સ્કેનર્સ, ગ્લોવ્સ, પીપીઈ કીટનો ઉપયોગ કરવામાં આવશે અને સામાજિક અંતરનાં નિયમોનું પણ પાલન કરવું અતિઆવશ્યક છે.
શું છે અન્ય મહત્વપૂર્ણ મુદ્દા
ચૂંટણી માટે આવેલા દરેક કર્મી અથવા મતદારનું થર્મલ સ્કેનીંગ જરૂરી છે. તે બાદ કોરોના માર્ગદર્શિકા પ્રમાણે સ્ટાફ માટે જરૂરી પ્રમાણમાં વાહનોની ગોઠવણ પણ આવશ્યક છે. કોઈ મોટા હોલની પસંદગી કરીને સ્પોટ બનાવવામાં આવે અને દરેક થર્મલ સ્કેનીંગ પાસે સેનેટાઇઝર, સાબુ અને પાણી રાખવું ફરજીયાત છે.
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને, બધા મતદારોને મતદાર નોંધણી સોંપવા માટે હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવશે. EVM મશીનમાં મતદાન કરતા પહેલા મતદારોને ગ્લોવ્ઝ અપાશે. VVPATની કામગીરી કરતા સ્ટાફને પણ ગ્લોવ્ઝ આપવામાં આવશે. આ ઉપરાંત મતદાર ઓળખની પ્રક્રિયા દરમિયાન, મતદારોને જરૂર પડે તો ઓળખ માટે ફેસ માસ્ક પણ ચહેરા પરથી હટાવવું પડશે.
ઉમેદવારોના સોગંદનામાં પણ ઓનલાઈન ભરી શકાશે, તે બાદ નોમીનેશન ફોર્મ સાથે તેને ચૂંટણી અધિકારીને સોંપવાનું રહેશે. આવેદન સોંપણીમાં બે વ્યક્તિઓથી વધુને સાથે રાખી શકાશે નહિ, અને ઉમેદવારોને વેઈતિંગ કરવા માટેનો હોલ મોટો હોવો જોઈએ, તેમજ ઉમેદવારોને અલગ અલગ ટાઈમ અપાશે જેથી આવેદન આપવામાં સરળતા રહે.
આ સિવાય પોલીંગ બુથ માટે પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં એક બુથ પર 1000 જેટલા જ મતદારોને બોલાવી શકાશે, જે લીમીટ પહેલા 1500ની હતી. મતદાનના આગલા દિવસે સંપૂર્ણ પોલીંગ બુથને સેનેટાઈઝ કરવાનું આવશ્યક કરવામાં આવ્યું છે. થર્મલ સ્કેનીંગમાં જો નિયત ટેમ્પરેચર કરતા વધુ રીડીંગ આવે તો બીજી વાર માપવામાં આવે અને છતાં જો વધુ આવે તો તેને ટોકન આપીને મતદાનના છેલ્લા કલાકોમાં બોલાવવામાં આવે આ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ શું આવું જ થશે?
ગુજરાતમાં પણ કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપગમનના લીધે ઘણી વિધાનસભા સીટો પર પેટાચૂંટણીઓ તોળાઈ રહી છે, જેના માટે પણ સંભવ છે કે સમાન ગાઈડલાઈન્સનુજ પાલન કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.