બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / આરોગ્ય / Eating these five fruits in summer will make the body's extra fat disappear, include it in the weight loss diet

હેલ્થ / ઉનાળામાં આ પાંચ ફ્રુટ ખાવાથી શરીરની એક્સ્ટ્રા ફેટ થઈ જશે ગાયબ, વજન ઘટાડવા ડાયટમાં કરો સામેલ

Vishal Dave

Last Updated: 09:29 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો પોતાના વધેલા વજનથી પરેશાન છે. તેઓ પોતાનું વજન ઘટાડવા માંગે છે પણ જીમ નથી જઈ શકતા. તે લોકો તેમની ડાયટમાં કેટલાક ફળોને સામેલ કરી આ ઉનાળામાં પોતાનું વજન ઘટાડી શકે છે.

વધતા વજનને ઘટાડવાનો સૌથી સારો ઉપાય એક્સરસાઈઝ અને ડાયટને માનવામાં આવે છે. ઉનાળાની ઋતુ શરુ થઈ ગઈ હોવાથી એક્સરસાઈઝ કરવાનું લોકો ઓછુ કરી દેતા હોય છે. ઉનાળામાં શરીરને પાણીની વધુ જરુર પડે છે. જો તમે વધારે કસરત કરો છો તો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા રહે છે. જેથી તમે જો આ ઉનાળામાં એક્સરસાઈઝ કર્યા વગર પણ તમારુ વજન ઘટાડવા માંગો છો તો તમારે તમારા ડાયટમાં કેટલાક ફળ એડ કરવા જોઈયે. અમે જણાવેલા ફળોને ડાયટમાં હિસ્સો બનાવવાથી આ ઉનાળામાં તમે તમારુ વજન ઘટાડી શકશો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ લોકોના વધતા વજન પર ચિંતા વ્યક્ત કરી હતી. WHOના આંકડા અનુસાર વર્ષ 2022માં દર 8માંથી એક વ્યક્તિ મેદસ્વીતાપણા સાથે જીવે છે. 1990 બાદ શરીરનું જાડાપણું વયસ્ક લોકોમાં બમણુ અને કિશોરોમાં ચાર ગણુ વધ્યુ છે. જેથી વજન ઘટાડવુ હેલ્થ માટે ખૂબ જરુરી છે. અમે તમને એવા ફળો વિશે માહિતી આપશુ જેનાથી જે તમારુ વજન ઘટાડવા મદદરુપ સાબીત થઈ શકે છે.

 દ્રાક્ષ

ઉનાળામાં દ્રાક્ષનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.   દ્રાક્ષમાં સુગર ઓછુ હોય છે.   તથા દ્વાક્ષમાં વિટામીન સી, સાઈટિક એસિડ અને ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે. તેનાથી પાચનને મદદ મળે છે તથા વજન ઘટાડવામાં મદદરુપ સાબીત થાય છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં સુગરનું પ્રમાણ સાવ ઓછુ હોય છે. તેનામા ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. આ સિવાય સ્ટ્રોબેરીમાં વિટામીન સી પણ સારા એવા પ્રમાણમાં હોય છે. જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે અને વજન ઘટાડે છે.

નારંગી

નારંગી ઉનાળામાં ખૂબ ફાયદાકારક છે. નારંગીમાં સામેલ વિટામીન સી અને ફાયબર શરીરનું વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી સાબીત થાય છે. નારંગીના સેવનથી બ્લડ સુગરને પણ મેન્ટેઈન કરવામાં મદદ મળે છે.

કીવિ

કીવિ નામના ફળમાં વિટામીન સી ભરપુર હોય છે. આ ફળમાં સુગરનું પણ પ્રમાણ ઓછુ હોય છે. આ ફળના સેવનથી મેટાબોલિઝમ વધે છે. કીવિ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

એવાકાડો

આ વિદેશી ફળ અનેક રીતે ફાયદાકારક છે. જેમાં અનેક પોષકતત્વો સામેલ છે. આ ફળ પણ ફાઈબરયુક્ત અને ઓલિક એસિડયુક્ત હોય છે. તેમા ફાયબર પણ સારા એવા પ્રમાણમાં હોય છે. તેનાથી પાચનક્રિયાને મદદ મળે છે, મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં પણ મદદરુપ સાબીત થાય છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ