ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / પ્રવાસ / તમારી પ્લેનની મુસાફરી બનશે સસ્તી અને આરામદાયક, ફોલો કરો 10 સરળ ટિપ્સ

લાઈફસ્ટાઈલ / તમારી પ્લેનની મુસાફરી બનશે સસ્તી અને આરામદાયક, ફોલો કરો 10 સરળ ટિપ્સ

Last Updated: 12:16 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air Travel Tips: હવાઈ યાત્રાને આરામદાયક અને સસ્તી બનાવવા માટે 10 સરળ ટિપ્સને અપનાવો. જાણો કેવી રીતે તમે હવાઈ યાત્રાને વધારે સારી બનાવી શકશો.

ADVERTISEMENT

હવાઈ યાત્રા ક્યારેક ક્યારેક થકવી નાખે છે. પરંતુ અમુક સરળ ટિપ્સથી તમે તેને આરામદાયક અને વધારે સારી બનાવી શકો છો. તમે પહેલી વખત ફ્લાઈટમાં બેસી રહ્યા હોવ કે પહેલા પણ ઘણી વખત બેઠેલા હોવ આ ટિપ્સ તમારા કામ આવી શકે છે. જાણો 10 સરળ ટિપ્સ વિશે જે હવાઈ યાત્રાને વધારે સારી બનાવી શકે છે.

flight

પોતાના હેડફોન સાથે રાખો

પોતાના હેડફોન સાથે લઈ જવાથી તમારે એક્સ્ટ્રા પૈસા ખર્ચ નહીં કરવા પડે અને પોતાની પસંદનું સંગીત કે મનોરંજનનો આનંદ પણ લઈ શકો છે. એરલાયન્સના હેડફોનની તુલનામાં તમારા હેડફોન વધારે આરામદાયક અને હાઈ ક્લોલિટીના હશે.

અપગ્રેડ માંગવાથી ન ડરો

ઘણી એરલાઈન્સ યાત્રીઓને મફતમાં અપગ્રેડ આપે છે. જો તે યાત્રી તેના માટે કહે તો. નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ચેક-ઈન કરો તો વિનમ્રતાથી પુછો બની શકે કે તમને સારી સીટ મળી જાય.

flight-2

સિક્યોરિટી ચેકિંગમાં ડાબી બાજુ જાઓ

સિક્યોરિટી ચેકિંગમાં મોટાભાગે જમણી બાજુની લાઈન લાંબી હોય છે કારણ કે મોટાભાગે લોકો જમણી બાજુને પ્રિફર કરે છે. ડાબી બાજુની લાઈનમાં જવાથી તમારો સમય બચી શકે છે અને તમે વધારે જલ્દી આગળ વધી શકો છો.

પોર્ટેબલ ચાર્જર સાથે રાખો

સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. એરપોર્ટ પર દરેક સમયે ચાર્જિંગ પોઈન્ટ ઉપલબ્ધ નથી હોતા. માટે પોર્ટેબલ ચાર્જર સાથે રાખવું એક સારો ઓપ્શન છે.

plane-air-flight

સવારની ફ્લાઈટ સિલેક્ટ કરો

તમને શાંતિ વાળી ફ્લાઈટ જોઈએ તો સવારની ફ્લાઈટ બુક કરો. આ સમયે શાંતિ હોય છે અને તમે આરામદાયક યાત્રાનો આનંદ લઈ શકશો.

પ્લાસ્ટિક બેગ સાથે લાવો

પ્લાસ્ટિક બેગ તરળ પદાર્થોને લઈ જવામાં મદદગાર સાબિત થઈ શકે છે. સિક્યોરિટી ચેકિંગ વખતે સરળતાથી તે બતાવી શકાય છે અને આ તમારા સામાનને સુરક્ષિત રાખે છે.

plane-air-flight-1

ફ્લાઈટના 24 કલાક પહેલા ચેક-ઈન કરો

ઓનલાઈન ચેક-ઈન કરશો તો એરપોર્ટ પર લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી પડતી તમે પોતાના બોર્ડિંગ પાસને પ્રિંટ કે પોતાના ફોન પર ડાઉનલોડ કરી શકો છો.

પાણીની ખાલી બોટલ સાથે રાખો

એરપોર્ટ પર પાણી મોંઘુ હોઈ શકે છે. એક ખાલી બોટલ સાથે લઈ જાઓ અને સિક્યોરિટી ચેકિંગ બાદ તેને ભરી લો. તેનાથી તમારા પૈસા બચી શકે છે.

plane-air-1

વધુ વાંચો: 'રેમલ' વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ હાઈ એલર્ટ, 135KM ની ઝડપે ફૂંકાયો પવન, જુઓ તબાહીની તસવીરો

લાઈનમાં રાહ ન જુઓ

જો તમારી ફ્લાઈટ કેન્સલ થઈ જાય તો ડેસ્ક પર લાઈનમાં ઉભા રહેવાની જગ્યા પર ફોનનો ઉપયોગ કરો. એરલાઈનને કોલ કરો પોતાની ફ્લાઈટ ફરી બુક કરો. તેનાથી તમને લાઈનમાં રાહ નહીં જોવી પડે અને તમે સરળતાથી પોતાની નવી ફ્લાઈટ મેળવી શકશો. આ સેવા નિઃશુલ્ક છે.

સંકળાયેલા મુદ્દાઓ

Travel Tips Flight Air Travel Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ