ચંદ્રની બદલતી સ્થિતિનાં આધારે સટીક ભવિષ્યવાણી કરતાં વૈજ્ઞાનિકે અફઘાનિસ્તાન અને તુર્કી બાદ પાકિસ્તાન અને નેપાળમાં ભૂકંપ આવવાની આગાહી કરી છે.
ભૂકંપ વૈજ્ઞાનિક ફ્રેંક હૂગરબીટ્સની ભવિષ્યવાણી હોય છે સટીક
અફઘાનિસ્તાન અને તુર્કીનાં ભૂકંપની પણ કરી હતી આગાહી
હાલમાં પાકિસ્તાનમાં ભૂકંપ આવવાની આગાહી કરી છે
નેંધરલેન્ડસનાં ભૂકંપ વૈજ્ઞાનિક ફ્રેંક હૂગરબીટ્સ પોતાની ભવિષ્યવાણી માટે જાણીતા છે. ભૂકંપની આગાહી કરવાની તેમની રીત એકદમ અલગ અને નવી છે. જ્યારે પણ ભૂકંપ આવવાનો હોય છે તે પહેલાં જ તેઓ ભવિષ્યવાણી કરી દે છે. તુર્કી, સીરિયા અને અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપની ભવિષ્યવાણી સાચી નિકળી હતી. હવે પાકિસ્તાનનાં લોકો ભયભીત થયાં છે.
On 30 September we recorded atmospheric fluctuations that included parts of and near Pakistan. This is correct. It can be an indicator of an upcoming stronger tremor (as was the case with Morocco). But we cannot say with certainty that it will happen. https://t.co/B6MtclMOpe
પાકિસ્તાનમાં આવી શકે છે ભૂકંપ
ફ્રેંક સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે SSGEOS નામક વૈજ્ઞાનિક સંસ્થામાં રિસર્ચર છે. 30 સપ્ટેમ્બરનાં તેમણે એક ભવિષ્યવાણી કરી હતી કે પાકિસ્તાન અને તેની આસપાસનાં વિસ્તારોમાં મોટો ભૂકંપ આવી શકે છે. તેમને એ સમયે પાકિસ્તાનની ઉપર વાયુમંડળનું દબાણ દેખાયું હતું. પરંતુ હવે આ ભૂકંપ પાકિસ્તાનની ધરતી પર ક્યારે આવશે એ જણાવવું મુશ્કેલ છે.
24 કલાક પહેલાં ભવિષ્યવાણી કરી દીધી હતી
આ પહેલા માર્ચ 2023માં અફઘાનિસ્તાનનાં જુર્મ કસ્બાઓથી 40 કિમી દૂર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કેન્દ્ર હિંદૂકુશ પહાડોની નીચે જમીનની અંદર 187.6 કિમીનાં ઊંડાણ પર હતું. આ ભૂકંપનાં કારણે કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીન, ભારત, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનને હચમચાવી દીધું હતું.અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવવાનો છે તેની ભવિષ્યવાણી 24 કલાક પહેલાં ફ્રેંક હૂગરબીટ્સે કરી દીધી હતી. આ પહેલા તૂર્કીનાં ભૂકંપ વિશે પણ તેમણે જણાવ્યું હતું.
Going by the recent atmospheric spike that marked this region, this 114 km deep quake can be a precursor. https://t.co/deH3l6N9O6
આ રીતે કરે છે ભવિષ્યવાણી
ફ્રેંક ભૂકંપોની આગાહી ચંદ્રની બદલતી સ્થિતિ અને અન્ય ગ્રહોની સાથે થતા કંઝક્શનનાં આધાર પર કરે છે.ફ્રેંક આ ગ્રહોની સ્થિતિ બદલવાને લીધે પૃથ્વીનાં વાયુમંડળ પર પડતી અસર, ચુંબકીય ફિલ્ડ પર થનારી અસર વગેરેની સ્ટડીનાં આધારે ભવિષ્યવાણી કરે છે. ફ્રેંક કહે છે કે તેમણે આ આગાહી ગ્રહોની જિયોમેટ્રી અને લૂનર પીક્સનાં આધારે SSGI ગ્રાફ બનાવીને કરી છે.ો