ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધરતીકંપથી ધ્રુજ્યો અમરેલીનો મિતિયાળા પંથક, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Last Updated: 12:36 PM, 9 June 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સવારે 11:43 વાગ્યે ધરા ધ્રુજતા લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, મિતિયાળા ગામ, મિતિયાળા અભ્યારણ્ય વિસ્તાર તેમજ કૃષ્ણગઢ, સાકરપરા અને ભાડના જંગલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ભૂકંપનો ઝટકો હળવો હોવા છતાં અનેક લોકોએ ધરતી ધ્રુજવાની અનુભૂતિ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનાથી મિતિયાળા પંથકમાં વારંવાર ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે. ભૂસ્તરવિજ્ઞાનીઓ દ્વારા આ વિસ્તારની ભૂગર્ભીય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પ્રવાસીઓ માટે આ તારીખ સુધી સિંહ દર્શન બંધ, સાસણ ગીરથી આવ્યા મોટા સમાચાર
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી નાના-મોટા આંચકાઓની ઘટનાઓ વધી રહી છે, જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT