બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / E-passport will be implemented in India soon

ખુશખબર / વિદેશમાં મુસાફરી કરનારા માટે ખુશખબર, ટૂંક સમયમાં ઈ પાસપોર્ટ આવશે અમલમાં, જાણો તેના ફાયદાઓ

Ronak

Last Updated: 08:01 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે ટૂંક સમયમાં ઈ પાસપોર્ટ અમલમાં આવશે. જેથી મુસાફરોને ઘણો ફાયદો મળી રહેશે સમગ્ર મામલે વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્ય દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે.

  • ટૂંક સમયમાં ઈ પાસપોર્ટ અમલમાં આવશે 
  • વિદેશ મંત્રાલયના સચીવે ટ્વીટ કરીને માહિતી આપી 
  • નાગરીકોને ઈ પાસપોર્ટથી ઘણા ફાયદા મળી રહેશે

વિદેશમાં જતા યાત્રીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના નાગરીકો માટે હવે ટૂંક સમયમાં નેક્સ્ટ જનરેશન ઈ પાસપોર્ટ આપવાનું શરૂ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમા તેમણે કહ્યું કે જલ્દીથી ભારતના નાગરીકોને ઈ પાસપોર્ટ આપવામાં આવશે. 

ડુપ્લીકેટ પાસપોર્ટ બનવા બંઘ થઈ જશે 

વધુમાં સંજય ભટ્ટાચાર્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ઈ પાસપોર્ટ ધરાવનારનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર રહેશે. આ નિર્ણય ડુપ્લીકેટ પાસપોર્ટને રોકવા માટે તેમજ ઈમીગ્રેશનની પ્રક્રિયાને વધું સરળ બનાવા માટે લેવામાં આવી રહ્યો છે. 

ભારતીય યાત્રીઓનું ઈમીગ્રેશન વધું સરળ રહેશે

ખાસ વાતતો એ રહેશે કે ઈ પાસપોર્ટને કારણે ભારતીય યાત્રીઓનું ઈમીગ્રેશન વધું સરળ રહેશે. સમગ્ર મમાલે વિદેશ મંત્રાલયે સંસંદમાં કહ્યું કે નાગરિકોને સારી સુરક્ષા મળી રહે તેને લઈને ચિપ વાળા ઈ પાસપોર્ટ હવે નાગરીકોને આપવામાં આવશે. જેથી કરીને નાગરીકોને ક્યાય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. 

ઈ પાસપોર્ટ પર રહેશે ડિજિટલ હસ્તાક્ષર 

આ પાસપોર્ટની ખાસીયત એ છે કે દરેક પાસપોર્ટ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર કરવામાં આવેલા હશે. જેને ઈ ચિપમાં સ્ટોર કરવામાં આવશે. પાસપોર્ટને બુકલેટમાં મુકવામાં આવશે જેથી જો કોઈ વ્યક્તિ પાસપોર્ટ સાથે ચેડા કરશે તો સિસ્ટમને પહેલા ખ્યાલ આવી જશે અને તેનું પાસપોર્ટ વેરિફિકેશન પણ નિષ્ફળ થશે. 

ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય જાહેરાત કરશે 

ઉલ્લેખનીય છે કેન્દ્ર દ્વારા ઈ પાસપોર્ટને લઈને પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય દ્વારા હવે ઈ પાસપોર્ટને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જો ઈ પાસપોર્ટ અમલમાં આવી ગયા તો યાત્રીઓને ઘણો ફાયદો મળી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

benifits e chip e passport ઈ ચીપ ઈ પાસપોર્ટ ફાયદાઓ E passport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ