ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / E-commerce company puts Amazon in crisis due to coronavirus

બિઝનેસ / કોરોનાએ રાતોરાત એમેઝોનનો ધંધો વધાર્યો છતાં સંકટમાં મુકાઈ, હવે જરૂર પડી 1 લાખ...

Published By: Intern

Last Updated: 01:08 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને અત્યાર સુધીમાં 7 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અને 2 લાખથી વધારે લોકોને આ વાયરસ સંક્રમિત થયો છે. ત્યારે હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન સંકટમાં મુકાઈ છે.

ADVERTISEMENT

  • કોરોના વાયરસના કારણે એમેઝોન સંકટમાં 
  • લોકોના ઓર્ડર પહોચાડવા માટે 1 લાખ કર્મચારીની જરૂર
  • ભારતમાં પણ કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે

દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. અને આ વાયરસને કારણે 7 હજારથી વધારે લોકોની મોત થઈ ચુકી છે. અને 2 લાખથી વધારે લોકોને આ વાયરસ સંક્રમિત થયો છે.

ઘણાં દેશોમાં લોકડાઉનની સ્થિતિ આવી ગઈ છે. અને ઘણાં દેશોમાં સરકારે લોકોને ઘર બહાર ન નીકળવાની સલાહ આપી છે. અને એવામાં લોકો પોતાની જરૂરીયાતનો સામાન ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડરનો સહારો લઈ રહ્યાં છે. 

આ પરિસ્થિતિ જોતાં ઈ-કોમર્સ કંપની એમેઝોને 1 લાખ લોકોને હાયર કરવાની યોજના બનાવી છે. અને એમેઝોને કહ્યું કે તેમની પાસે ખુબ મોટી સંખ્યામાં ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે.

આ ઓર્ડર પૂરો કરવા માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર પડશે. અને એવામાં અમે અમારા ગ્રાહક સુધી ઓર્ડર પહોચાડવા માટે 1 લાખ કર્મચારીને હાયર કરીએ છીએ. અને આ કર્મચારી એમેઝોનના વેયર હાઉસ અને ડિલીવરી માટે કામ કરશે.

એમેઝોનની માનીએ તો લોકો ઘરની બહાર નીકળવા નથી માંગતા માટે ઈ-કોમર્સ કંપનીનો સહારો લેવા માંગે છે. અને અપેક્ષા કરતા ઘણા વધારે ઓર્ડરો મળી રહ્યાં છે.

આ ઓર્ડરને પૂરો કરવા માટે એમેઝોન પાસે કર્મચારીની સંખ્યા ઓછી પડી રહી છે. અને એમેઝોન કર્મચારીને પ્રતિ કલાકે 2 ડોલરથી 15 ડોલર ચુકવે છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં ભય ફેલાયેલો છે. જ્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus amazon e commerce ઈ-કોમર્સ એમેઝોન કોરોના વાયરસ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ