બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Dutch mp geert wilders supported nupur sharma prophet controversy

વિવાદ / 'મુસ્લિમ દેશોની સામે ન ઝૂકે ભારત' કહેનારા ડચ સાંસદનું નવું નિવેદન આવ્યું ચર્ચામાં

Published By: Hiren

Last Updated: 12:15 AM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઇને અરબ અને ઇસ્લામિક દેશોના ગુસ્સા બાદ બુધવારે આતંકવાદી સંગઠન અલકાયદાએ ભારતને આતંકવાદી હુમલાની ધમકી આપી છે. ત્યારે હવે ડચ સાંસદનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

  • પૈગમ્બર મોહમ્મદ પર ટિપ્પણીથી સર્જાયો હતો વિવાદ
  • અરબ અને ઇસ્લામિક દેશોએ એકઠા થઇને કરી ટિકા
  • વિવાદ વચ્ચે ડચ સાંસદનું નિવેદન ચર્ચામાં આવ્યું

નૂપુર શર્માને સમર્થન આપીને ચર્ચામાં આવેલા નેધરલેન્ડના દક્ષિણપંથી નેતા ગ્રીર્ટ વિલ્ડર્સે આ ધમકીને લઇને નવું નિવેદન આપ્યું છે. ડચ સાંસદે ભારતીયોને કહ્યું છે કે, અલકાયદા જેવા ઇસ્લામિક આતંકવાદીઓની સામે નહીં ઝૂકીએ કારણ કે આ સંગઠન બર્બરતા દર્શાવે છે.

ડચ સાંસદ વિલ્ડર્સે ભારતીયોને આહ્વાન કર્યું છે કે તેઓ અલકાયદા જેવા આતંકવાદીઓની સામે હથિયાર નહીં નાખીએ. તેમનું કહેવું છે કે આ પ્રકારનું સંગઠન બર્બરતાનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે ટ્વિટ કરી કહ્યું, અલકાયદા જેવા આતંકવાદીઓ સામે નહીં ઝૂકે. આ બર્બરતાનું પ્રતિક છે. અલકાયદા અને તાલિબાને વર્ષો પહેલા મને હિટલિસ્ટમાં નાખ્યો હતો. એક સબક, આતંકવાદીની સામે ક્યારે ન ઝૂકો, ક્યારે નહીં.

આ મામલે ઇસ્લામિક દેશોના ગુસ્સાને હાસ્યાસ્પદ પણ ગણાવ્યો હતો. તેમણે વિરોધ કરી રહેલા દેશોને પાખંડી ગણાવતા કહ્યું કે આ દેશોમાં લોકશાહી નામની કોઈ વસ્તુ નથી.

તેમણે ટ્વિટ કરીને કહ્યું, આ પાખંડીઓનું ન સાંભળો. ઇસ્લામિક દેશોમાં લોકશાહી નથી. કોઈ નિયમ, કાયદો કે સ્વતંત્રતા નથી. તેઓ અલ્પસંખ્યકોનું ઉત્પીડન કરે છે અને માનવાધિકારોનું અપમાન કરે છે. તેની ટીકા કરવી જોઈએ. ગીર્ટ વિલ્ડર્સે એ પણ જણાવ્યું કે, નૂપુર શર્માનું સમર્થન કરવાના કારણે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. 

તેમણે વધુ એક ટ્વિટ કરીને કહ્યું, મને મુસ્લિમોથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. નૂપુર શર્માનું સમર્થન કરવા માટે આ લોકો મને મારવા માંગે છે. મારો તેમના માટે સંદેશ છે કે ભાડમાં જાઓ. તમારી પાસે કોઈ નૈતિક મૂલ્યો નથી. અમે સત્ય માટે ઉભા છીએ. અમે આઝાદી માટે ઉભા છીએ.

નેધરલેન્ડ્સના દક્ષિણપંથી નેતા છે ગીર્ટ વિલ્ડર્સ
ગીર્ટ વિલ્ડર્સ નેધરલેન્ડ્સના દક્ષિણપંથી નેતા છે. તેઓ નેધરલેન્ડ્સના પોર્ટ ફૉર ફ્રીડમના સંસ્થાપક છે. આ દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. તેઓ 1998થી હાઉસ ઑફ રિપ્રેજેન્ટેટિવજના નેતા રહ્યા છે. તેમણે કટ્ટરપંથ ઇસ્લામની ટિકા કરવા માટે ઓળખવામાં આવે છે.

વિલ્ડર્સ એક દિવસ પહેલા જ ટ્વિટ કરીને નૂપુર શર્માનું સમર્થન કરી ચૂક્યા છે. તેમણે આ પહેલા પણ તબક્કાવાર કેટલાક ટ્વિટ કરી કહ્યું હતું કે આ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઇસ્લામિક દેશ ભારતીય નેતાના નિવેદન પર તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું હતું કે ભારતને માફી માંગવાની કોઈ જરૂર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

nupur sharma prophet controversy નૂપુર શર્મા પૈગમ્બર મોહમ્મદ Nupur Sharma issues apology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ