બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 6 October 2024
દશેરાનો પર્વ એટલે વિજયાદશમીનો પર્વ. આ પર્વ અસત્ય પર સત્યની જીતનો પર્વ છે. ભારત અને નેપાળમાં તેને ખાસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે આયુધ પૂજા સહિત ઘણી પરંપરા છે. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પંરપરા છે. આ દિવસો લોકો પોતાની શસ્ત્રોની સાફ-સફાઈ કરીને તેની પૂજા કરે છે. તેમજ અલગ અલગ જગ્યાએ રાવણ દહણ કરવામાં આવે છે. આ વર્ષે દશેરા અને નવમીની પૂજા એક દિવસે કરવામાં આવશે. 11 ઓક્ટોબરે દુર્ગા મહાષ્ટમીનું પર્વ મનાવવામાં આવશે અને 12 ઓક્ટોબરની સવારે નવમી પૂજા અને શારદીય નવરાત્રી વ્રતના પારણા કરવામાં આવશે. અને સાંજે રાવણ દહણ કરવામાં આવશે.
ADVERTISEMENT

દશેરા ક્યારે છે
ADVERTISEMENT
બનારસ પંચાગમાં દશેરાની તારીખ 12 ઓક્ટોબર છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબરની સવારે 10.58 વાગે શરૂ થશે અને 13 ઓક્ટોબરની સવારે 9.08 વાગે પૂરા થશે.
વધુ વાંચોઃ- બોટાદના નગર દેવી અંબાજીનું 900 વર્ષ જૂનું મંદિર, માનો આદેશ થયો અને થઈ શહેરની સ્થાપના
ADVERTISEMENT
દશેરાના દિવસે સર્વસિદ્ધદાયક
દશેરા અથવા વિજયાદશમી સર્વસિદ્ધિદાયક માનવામાં આવે છે. જેથી દરેક શુભ કાર્યો ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દશેરાના દિવસે બાળકોના અક્ષર લેખન, ઘર કે દુકાનનું બાંધકામ, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ, અન્નપ્રાશન, કાન વીંધવા, યજ્ઞોપવિત સંસ્કાર અને ભૂમિ પૂજન માટે શુભ માનવામાં આવ્યું છે. દશેરાના દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી શ્રી રામચરિતમાનસનો પાઠ કરવો ઉત્તમ માનવામા આવે છે. દશેરાના દિવસે ગુપ્તદાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.